“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમને અનુલક્ષીને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫ તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ યોજાઇ હતી. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા ગ્રામ્ય કક્ષાએ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોગા, સપથવિધી અને આરોગ્યલક્ષી યોજનાઓની જાહેરાત તેમજ પ્રચાર પ્રસાર કાર્યક્રમની સાથે આરોગ્ય તપાસણી કેમ્પ પણ યોજાયો હતો, જેમા ૧૨૫૦ જેટલા બાળકો, મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકોનું NCD પ્રોગ્રામ અંતર્ગત સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૫૩૫ જેટલા વ્યકિતિઓના કાર્ડ જનરેટ કરી આપવામાં આવ્યા હતા તથા ૨૫૧૨ વ્યકતિઓના આધાર આઈ. ડી. જનરેટ કરી આપવામાં આપવામાં આવ્યા હતા.
00000