અભયમ તાપીએ માતાઓનું મેડિકલ ચેક અપ કરાવી મધર્સ ડે ની ઉજવણી કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઇ. એમ. આર. આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત તમામ પ્રોજેકટ તરફ થી મધર્સ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. જેમાં ઇમરજનસી સેવા સાથે સંકળાયેલ કર્મચારીઓ અને તેમની માતાઓનું મેડિકલ ચેક અપ કરવામા આવ્યું હતું. મધર્સ ને ફૂલ અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
મોબાઈલ હેલ્થ યુનિટ ધન્વંતરી આરોગ્ય રથ ની મેડીકલ ટીમ દ્વારા માતાઓનું બ્લડ ટેસ્ટ, સુગર, બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન ની તપાસ સાથે ચેક અપ કરી આરોગ્ય રિપોર્ટ આપવામા આવ્યો હતો. આ રીતે માતાઓ પોતાના આરોગ્ય બાબતે સભાનતા કેળવી શકે અને તંદુરસ્ત રહી શકે.
181અભયમ મહિલા હેલ્પલાઇન તાપી ની ટીમે લાભ લીધો હતો.
આરોગ્ય સભાનતા સાથે નો મધર્સ ડે ની ઉજવણી નો પ્રસંગ સૌના માટે અનોખો બની રહ્યો હતો.
૦૦૦૦૦૦૦