ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં તાપી જિલ્લાના રાજ્ય કક્ષાએ ૪૮ બાળકોએ ઇનામ મેળવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના તમામ ૭ તાલુકાનાં ૭૦ વિજેતા બાળકો માંથી ૪૮ બાળકો રાજ્ય સ્તર ની સ્ટેમ ક્વિઝ સ્પર્ધા માં ભાગ લીધો તે તમામને ટેબ્લેટ, ડ્રોન, ટેલિસ્કોપ અને ટેકનોલોજી કીટ એમ જુદા જુદા ઇનામો આપવામાં આવ્યા હતા.
જેમાં વ્યારા તાલુકામાંથી નરેશભાઈ જે.બી. સ્કુલ, નરેન્દ્રભાઇ કે.બી. પટેલ, જય અંબે, પી.પી.સવાની, ડોલવણ તાલુકા ના રાજેશભાઈ વિવિઘલક્ષી સ્કુલના, વાલોડ તાલુકાના વિજયભાઈ બાજીપુરા સ્કુલ, બુહારીની વિજય રાણા ઝવેરી શાળા, સોનગઢ તાલુકાની અર્ચનાબેન નૂતન વિદ્યા મંદીર, ઉચ્છલ તાલુકા રુવિશભાઈ સાર્વજનિક સ્કુલ, કુકરમુંડા તાલુકાની કૌશિકભાઈ સરકારી શાળા બલંબા, નિઝર તાલુકાના પ્રજાપતિ એકલવ્ય મોડેલ શાળાના એમ સૌ ૪૮ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે દરેક શાળાના આચાર્યો, શિક્ષકો, વાલીઓ તેમજ તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સહયોગ સાથ સહકાર મળ્યો તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે.
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર તાપી જિલ્લાના કેતન શાહ દ્વારા સૌને શુભેચ્છા પાઠવી આવનારા દિવસોમાં પણ આવો સનિષ્ઠ પ્રયાસ કરીશું અને બાળકોને વિજ્ઞાન ગણિત સ્પર્ધામાં રસ લેતાં કરીશું એમ જણાવ્યુ હતું.