તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની આગામી બે વર્ષ માટે વરણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ (૧૯૬૦) અમદાવાદ સંલગ્ન તાપી જિલ્લા શાળા સંચાલક મંડળનું વર્ષ ૨૦૦૮થી ચાલી આવેલ છે. આમ મહામંડળના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલના માર્ગદર્શનથી અગામી બે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ માટે જીલ્લાના અને તાલુકાના ઘટક મંડળો બનાવી પ્રમુખોની તેમજ રાજ્ય મહામંડળના પાંચ સંસદ સભ્યની વરણી કરવામાં આવી. જેમાં જીલ્લાની બોડીમાં અધ્યક્ષ – ઉમેશભાઈ શાહ, ઉપાધ્યક્ષ – કાંતિભાઈ ગામીત. પ્રમુખ – કેતનભાઈ શાહ, ઉપપ્રમુખ લલ્લુભાઈ ચૌધરી અને મહામંત્રી – તરુલતાબેન એમ પાંચ હોદ્દેદારો નિમાયા તદઉપરાંત સાત તાલુકામાંથી વ્યારા તાલુકાના વેલીયાભાઈ ગામીત ડોલવણ અને વાલોડના – ધર્મેન્દ્રસિંહ પરમાર, અને સોનગઢ, ઉચ્છલ, નિઝર તથા કુકરમુંડા – દિનેશભાઈ વળવીની સર્વાનુમતે હોદ્દેદારો તરીકે વરણી કરવામાં આવી. તદઉપરાંત રાજ્ય મહામંડળમાં તાપી જીલ્લાના પાંચ સંસદ સભ્યો સત્યજીત દેસાઈ, કિશોર સોંદરવા, ભગુભાઈ ગામીત, રાજ શાહ અને દિનુભાઈ ચૌધરીની નિમણુક કરવામાં આવી છે.
આમ તાપી જીલ્લામાં ગ્રાન્ટેડ શાળા,નોન ગ્રાન્ટેડ શાળા, આશ્રમશાળા, છાત્રાલયો તેમજ પ્રાથમિક શાળાના સંચાલકો એમ કુલ ૧૨૨ નોંધાયેલા સભ્યોનું આં મંડળ રચાયેલ છે. જેનું રાજ્ય મહામંડળ અમદાવાદ દ્રારા પણ અનુમોદન મળેલ છે.