ભારતના ચૂંટણી પંચના તાપી જિલ્લાના મતદારયાદી ઓબ્ઝર્વરશ્રી રવિશંકર,(I.A.S.) તાપી જિલ્લાની મુલાકાતે
તાપી જિલ્લાના મતદારયાદી ઓબ્ઝર્વરશ્રી રવિશંકરે(I.A.S.) તાપી જિલ્લાના ચૂંટણી સંબંધીત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
………….
માહિતી બ્યુરો,તાપી તા.૦૫ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ -2023 સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાપી જિલ્લા માટે નિયુક્ત કરાયેલ ઓબ્ઝર્વરશ્રી રવિશંકર,(I.A.S.) તાપી જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઓબ્ઝર્વરશ્રી રવિશંકર(I.A.S.)ના અધ્યક્ષસ્થાને તથા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગની ઉપસ્થિતીમાં જિલ્લાના મતદારયાદી સંબંધીત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી, જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા અન્ય ચૂંટણી સ્ટાફ ને તાપી જિલ્લાની મતદારયાદી સંબંધીત EP Ratio, Gender Ratio, Age Cohort વિગેરે માપદંડો, મતદાર નોંધણી અંગે પ્રચાર-પ્રસાર, પોર્ટલ-સોફ્ટવેર પર ડેટા પ્રીપેરેશન, ફોર્મ ડીસ્પોઝલ ગુણવત્તા વિગેરે અંગે વિગતવાર સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વધુમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2023 દરમિયાન નવા મતદારોની નોંધણી કરાવવા, મૃત્યું કે સ્થળાંતરના કારણોસર નામ નોંધણી રદ કરાવવા, અન્ય જગ્યાએથી તાપી જિલ્લા ખાતે સ્થળાંતરથી આવેલ મતદારોના નામ તબદીલ કરાવવા અને નામ/સરનામા વિગેરેની વિગતોમાં સુધારો કરાવવા અંગે જિલ્લામાં કુલ 8859 ફોર્મ મેળવી તેનો નિકાલ કરવામાં આવેલ છે.જેની પુરવણી મતદારયાદી તા.૧૫.૦૫.૨૦૨૩ના રોજ પ્રસિધ્દ્દ કરવામાં આવશે, એમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
0000000000
I need to to thank you for this good read!! I certainly enjoyed every little bit of it. I have got you book-marked to check out new things you postÖ