ખાનપુર પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા ૧૧૮મું વર્ષ શાળાના સ્થાપના દિનની ભવ્યાતિત ઉજવણી
(માહિતી બ્યુરો વ્યારા) તા.૦૫- વ્યારાના ખાનપુર ગામે શાળાની સ્થાપનાં ૧૧૮ વર્ષ પહેલાં થઈ હતી. આ ઐતિહાસિક સ્થળ એટલાં માટે કે આજ ગામના વતની દંડાબેન ચૌધરી સ્વાતંત્ર્ય સેનાની હતા યરવડા જેલમાં કસ્તુરબા જોડે રહેતા હતા. તેમની પ્રસુતિ પણ યરવડા જેલમાં થયેલ તેમની દિકરીનું નામકરણ “મુકતા” રાખવામાં આવેલ.બીજી ઘટના એ હતી કે સરદાર પટેલના ડ્રાયવર પણ ખાનપુરના જ હતાં જેમનું નામ હિરજીભાઈ ડી ચૌધરી હતું.ત્રીજી ઘટના એ હતી કે ગાંધીજીના પ્રમુખપણા હેઠળ રાનીપરજ પરિષદ -૪ ખાનપુરનાં વિશાળ મેદાનમાં થઈ હતી મહાત્મા ગાંધીએ જ્યાં પાણી પીધુ હતું એ ઝરણું પણ આજે ગાંધી ઝરણું નામથી મોજૂદ છે. આ પરિષદમાં બાપુએ એક મંત્ર આપ્યો હતો કે જંગલમાં ક્યાં તો સિંહ વસે,ક્યાં તો વાઘ વસે અને ક્યાં તો ઋષિમૂનિ વસે.આઝાદીના અમૃત મહોત્સવ જેવા વર્ષમાં મુખ્ય વક્તા પ્રોફેસર શિક્ષણ વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (પૂર્વ એસોસિયેટ) ડો.રાયસિંગભાઈ બી ચૌધરી એ ખાનપુરની ઐતિહાસિક વાતો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
તો આવા ઐતિહાસિક ગામમાં શાળા સ્થાપના દિન નિમિત્તે ચળવળનાં સંભારણા જાગૃત કરવા ગ્રામજનોએ સભા કરી સુંદર આયોજન કર્યું, સમિતિઓ રચી. ગામના ઉત્સાહી નિવૃત્ત શિક્ષકશ્રી છત્રસિંહભાઈ એમ ચૌધરીને કાર્યક્રમના કન્વિનર બનાવ્યા.સોએ સહકાર અને લોક ફાળો આપ્યો અને એક સફળતાનાં ડગલાનું મંડાણ થયું
શિક્ષણ સમાજનું સુકાન સંભાળનાર નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ તેમજ સહકારની ભાવના જાગૃત કરનાર ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ તેમજ તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુધાકરભાઈ એલ ગામીતના અધ્યક્ષતામાં કાર્યક્રમ શોભાયમાન બન્યો હતો. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તેમજ સમારોહના ઉદઘાટક શ્રી ગિરિશભાઈ ડી ચૌધરી તથા આચાર્ય સરકારી બી.એડ.કોલેજ વાંસદા દિલીપભાઈ એમ ગામીત, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૨ શ્રીમતિ આશાબેન આર ચૌધરી જેવા કર્તવ્યનિષ્ઠ કાર્યકુશળ દક્ષિણ ગુજરાતના વાકછ્ટાદાર મહાનુભવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય દ્રારા કાર્યક્રમને પ્રજવલિત કર્યો હતો.
ગામના સરપંચ શ્રી સંજયભાઈ ચૌધરી દૂ.ઉ.સ.મં.ના પ્રમુખશ્રી રાજુભાઈ ચૌધરી સરપંચ સાથે તાલ મિલાવનાર શ્રી ચંપકભાઈ ચૌધરી યુવાધન વિક્રમ અને સેજલ ગ્રામજનો,ભાઈઓ બહેનોની પૂર્વ તૈયારીએ રંગ રાખ્યો. ગ્રામજનોએ આદિવાસી સંસ્કૃતિ ડોવડુ અને પારંપારિક નૃત્ય દ્રારા મહેમાનોને રંગમંચ તરફ દોરવામાં આવ્યા હતા.પ્રાર્થના દિપપ્રાગટ્ય,સ્વાગત ગીત,સ્વાગત પ્રવચન,ફૂલોથી મહાનુભાવોનું સ્વાગત કરી સ્ટેજને ધબકતું કર્યું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા.રાજય પારિતોષિક મેળવનાર તાપી જિલ્લા તા.સોનગઢ પ્રાથમિક શાળા ચિમકુવા આચાર્યશ્રી પ્રદિપભાઈ આર ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષક સમાજને પ્રેરણા પૂરી પાડી હતી શાળાના બાળકોએ રંગમંચ રંગીન બનાવ્યું હતું
આશાબેન આર.ચૌધરીએ બાળ સંસ્કાર, બાળવિકાસ, બાળ માનસ વિકાસ, અને મહિલા સશક્તિનું ઉત્તમ ઉદાહરણો આપી બાળકોને – મહિલાઓને માતાઓને પ્રેરિત કર્યા હતા. વધુમાં તેમણે ગ્રામ પુસ્તકાલયના નિર્માણ માટે રૂા.૧૦૦૦/-નુ દાન અને બની ગયા પછી પુસ્તકોની ભેટ ધરવાનું કહયું હતું.. દિલિપભાઈ એમ ગામીતે લોકોના પોતાની રમુજી શૈલીમાં શબ્દો-ભાષા, એમના અનુભવો પીરસીને સંતુષ્ઠ કરી દીધા હતા. ડો. રાયસિંગભાઈ બી ચૌધરીએ તો ખાનપુરને સોનાની ખાણથી નવાજી દીધું એમના શબ્દો એવા સચોટ હતા કે જે સૌને શેર લોહી ચઢાવી ગયા.તેમણે ગુજરાતને ચિંતનાત્મક પ્રકરણો પૂરા પાડ્યા છે.તેમણે પોતાનો અનુભવ સિધ્ધ ક્ષમતાઓનો પરચો આપ્યો હતો.
આ પ્રસંગે શાળાના સ્થાપના દિનને યાદગાર બનાવવા ગામના જ નિવૃત શિક્ષક શ્રી રનાભાઈ ચૌધરીના પરિવારે ફૂલોની સુગંધ અર્પણ કરી કાર્યક્રમને ફૂલોમય બનાવી દીધો હતો. નિતિક્ષાબેન ભરતભાઈ ચૌધરીના પરિવારે ૨૦ કિલોની કેક ભેટ ધરી સૌના દિલમાં મિઠાસ ભરી દીધી અને કન્વિનર છત્રસિંહભાઈ ચૌધરીના પરિવારે એમની દિલદારી રજુ કરી એમનામાં રહેલ સેવાભાવનાનો ઉજ્જ્વલ પરિચય આપ્યો શિક્ષિત વર્ગે રૂ! ૫૦૦૦/- નો લોકફાળો આપી કાર્યક્રમને મજબુતી બક્ષી. જેમણે પણ આર્થિક ફાળો આપ્યો.સમય આપ્યો. દિવસ-રાત એક કરવાની જહેમત ઊઠાવી ત્યારે આ સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦
I need to to thank you for this good read!! I certainly enjoyed every little bit of it. I have got you book-marked to check out new things you postÖ