વ્યારા ખાતે તાપી જીલ્લા પોલીસ અને બેન્ક ઓફ બરોડા દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેશ સેમીનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન . એન ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓની સુચનાથી તાપી જીલ્લા પોલીસ તથા બેન્ક ઓફ બરોડા મુખ્ય શાખા વ્યારા દ્વારા વ્યારા નગરના તથા આજુબાજુના ગ્રામીણ વિસ્તારના નાગરીકો સાયબર ક્રાઈમ વિશે માહિતગાર થાય તેમજ શુ સાવચેતી રાખવી તે અનુસંધાને તા . ૧૭ / ૦૧ / ર૦ના રોજ બેન્ક ઓફ બરોડા કાચવાલા સ્ટ્રીટ શાખામાં એક સાયબર ક્રાઈમ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતુ . આ સેમીનારમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી . કે . પરમાર , શ્રી ડી . એસ . લાડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી , શ્રી એમ . એલ . ગામીત , પો . સ . ઈ . ટેકનિકલ સેલ તાપી તેમજ બેન્ક ઓફ બરોડાના મેઈન બ્રાન્ચ , કાયવાલા સ્ટ્રીટ બ્રાન્ચ અને કાનપુરા બ્રાન્ચના મેનેજરશ્રી વગેરે મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા . આ કાર્યક્રમમાં તાપી પોલીસના અધિકારીશ્રીઓ તેમજ બેન્કના મેનેજરશ્રીઓ દ્વારા જુદા જુદા સાયબર ક્રાઈમ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતુ . જેમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ જેવા કે નાણાકીય ફ્રોડ , શોપીંગ , ટ્રાવેલીંગ , તથા ઈનામી સ્કીમ , સ્વીમ સ્નેપીંગ , એ . ટી . એમ . ક્લોનીંગ તેમજ સોશીયલ મીડીયાને લગતા ફ્રોડ અંગે માર્ગદર્શન આપેલ હતુ . અને સાયબર ક્રાઈમ બન્યા પછી ક્યાં ફરીયાદ કરવી ? શુ કાર્યવાહી કરવી અને સાયબર ક્રાઈમ નિવારવા માટે શું કરવું ? અને શું ન કરવું ? વિગેરે મુદ્દાઓ અંગે સેમીનારમાં પધારનાર નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું .