તાપી જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે આર્ટ અને ક્રાફટ પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં કલાને ઉજાગર કરવાનો પ્રયત્ન
બાળકોના સર્જનાત્મક અને બૌધિક વિકાસ માટે દરરોજ કરાવવામાં આવે છે આર્ટ અને ક્રાફ્ટ જેવી વિવિધ પ્રવૃતિઓ
…………..
માહિતી બ્યુરો તાપી.તા.01 તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ૧૧૫ આંગણવાડી કેન્દ્રો છે. જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની અલગ-અલગ પ્રવૃતિઓ દરરોજ કરાવવામાં આવે છે. આ પ્રવૃતિઓ આંગણવાડી કક્ષાએ વર્કર દ્વારા કરાવવામાં આવે છે. આજરોજ આ પ્રવૃતિઓના ભાગરૂપ ઉચ્છલ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિત્રકામ અને ક્રાફ્ટની પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. જેમાં બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કરી વિવિધ કલાત્મક ચિત્રો બનાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા બાળકોનો સર્જનાત્મક વિકાસ, બૌધિક વિકાસ થાય છે.બાળકોને આકાર, રંગો, વિવિધ મટીરીયલ અંગે સમજ કેળવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શિખે છે. આ તમામ પ્રક્રિયા એકંદરે બાળકોના સર્વાંગી વિકાસનું કારણ બને છે. આ પ્રકારની વિવિધ પ્રવૃતિઓ આંગણવાડી ખાતે દરરોજ કરાવવામાં આવે છે. જેથી બાળકો પણ આંગણવાડીમાં આવવા પ્રરિત થાય છે.
00000000