વ્યારા તાલુકાના ઉચામાળા જ્ઞાનદીપ સ્કૂલ ખાતે ઉત્કર્ષ મહિલા એસોસિએશન(ઉમા) વલસાડ દ્વારા રોજગારલક્ષી તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
માહિતિ બ્યુરો તાપી.તા.૨૯ વ્યારા તાલુકાના ઉચામાળા જ્ઞાનદીપ સ્કૂલ ખાતે એનપીસીઆઇએલના સીએસઆર અને ડીઆરડીએના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં ઉત્કર્ષ મહિલા એસોસિએશન(ઉમા) વલસાડ દ્વારા 90 જેટલા રોજગારલક્ષી તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ/ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તાલીમાર્થી બહેનો દ્વારા બનાવવામા આવેલા જ્વેલરી પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ધમ્બા અને શિશોરા ગામના 30-30 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં તેઓને આર્ટિફિસિયલ જ્વેલરી અને આર્ટિફિશિયલ ફ્લાવર જ્વેલરીની તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બહેનોનો ઉત્સાહ જોઈ ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી અને એનપીસીએલના અધિકારીશ્રી ઉત્પાદિત માલને ખૂબ જ બારીકાઇથી નીહાળ્યો હતો. તેમજ માર્કેટ સાથે જોડાણ કરી આપવા માટે જણાવ્યું હતું અને તમામ બહેનોને આગળ વધવા માટેની શુભેચ્છા પાઠવી હતી.
સંપૂર્ણ કાર્યક્રમ નો સંચાલન શ્રીમતી વૈશાલીબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે વ્યારાની જનતા આ પ્રોડક્ટને વનશ્રી રેસ્ટોરન્ટ્સમાં આવેલ સ્ટોલમાં મૂકવામાં આવશે. જાહેર જનતા આ ઉત્પાદિત વસ્તુઓને નિહાળી અને બહેનોને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી.
આ કાર્યક્રમમાં ડીઆરડીએ તાપીના ડાયરેક્ટરશ્રી આર.એચ.રાઠવા ,એનપીસીએલના સીઆરસી હેડ અને ચેરમેનશ્રી કેતનભાઇ,એનસીપીએલના પી.આર.ઓ ગામીત સર તેમજ ડીએલએમ પંકજ પાટિદાર, ઉત્કર્ષ મહિલા એસોસિયનના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન, કો-ઓર્ડીનેટરશ્રી રાજેશ પ્રજાપતિ તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા
00000000