વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિ જમા નહી થતાં એ.બી.વી.પી. દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લા દ્વારા તાપી જીલ્લાની શૈક્ષણિક સંસ્થાઓની વિવિધ કોલેજો આર્ટસ એન્ડ કોમર્સ, સાયન્સ કોલેજ, આઈ.ટી.આઈ, નર્સિંગ કૉલેજોમાં આભ્યસ કરતા વિદ્યાર્થીઓની 2022-2023 ના વર્ષ ની 50% વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જમાં નહિ થવાના કારણે તાપી જિલ્લા કલેક્ટર શ્રી અને મદદનીશ કમિશનરશ્રી (આદિજાતિ વિભાગ)ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં ABVP વ્યારા નગર મંત્રી આશિષ ગામીત, સહમંત્રી નૈતિક ગામીત, ABVP છોટાઉદેપુર જીલ્લા વિસ્તારક વિશાલ પટેલ, અવિનાશ જાદવ, મિતુલ ગામીત અને તાપી જિલ્લા ની તમામ કોલેજો મમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.