તાપી જીલ્લના ચાર પોલીસ સ્ટેશનોના 39.30 લાખના ઇગ્લીશ દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તા . ૧૭ / ૦૧ / ૨૦૨૦ના રોજ સરકારશ્રી એ નિયુક્ત કરેલ સમિતિના સભ્યશ્રી , ( ૧ ) શ્રી વિજય જોષી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ વ્યારા પ્રાંત વ્યારા ( ૨ ) શ્રી એસ . કે . રાય નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા ( ૩ ) શ્રી , એસ . આર . વસાવા અધિક્ષક નશાબંધી અને આબકારી તાપી જીલ્લા તથા પોલીસ અધિકારીશ્રી શ્રી , વિ . કે . પરમાર પ્રો . ના પો અધિક્ષક તાપી તથા શ્રી . એચ . સી . ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વ્યારા પોલીસ સ્ટેશન તથા શ્રી એસ . કે . ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન તથા શ્રી એસ . જી . રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડોલવણ પોલીસ સ્ટેશન તથા શ્રી એચ . વી . તડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કાકરાપાર પોલીસ સ્ટેશન નાઓ સમક્ષ વ્યારા તાલુકાના બોરખડી ગામે જવાહર ફળિયામાં ખુલ્લી જગ્યામાં ( ૧ ) વ્યારા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના કુલ ગુના – ૯૪ બાટલી નંગ – ૨૧૮૮૧ કિ . રૂ . ૯૮૬૭૯૯/- ( ૨ ) સોનગઢ પોલીસ સ્ટેશન ઇગ્લીશ દારૂના કુલ ગુના – ૧૨૧ બાટલી નંગ – ૨૩,૯૭૩ કિ . રૂ . – ૨૧૫૭૦૦૮/- ( ૩ ) કાકરાપાર પોલીસ સ્ટેશન ઇગ્લીશ દારૂના કુલ ગુના – 3 ૧ , બાટલી નંગ – ૪૪૨૦ કિ . રૂ . – ૩ ૮૯૨૩૦/- ( ૪ ) ડોલવણ પોલીસ સ્ટેશનન ઇગ્લીશ દારૂના કુલ ગુના – ૪૩ , બાટલી નંગ – ૫૨૫૮ કિ . રૂ . – ૩૯૭૧૦૦/- નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે .
આમ ઉપરોક્ત કુલ – ૦૪ પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના કુલ – ૨૮૯ ગુનાઓમાં કુલ બાટલી નંગ – ૫૫,૫૩૨ કિ . રૂ . – ૩૯,૩૦,૧૩૭/- નો મુદ્દામાલ પાકા બ્લોકના તળિયા ઉપર પાથરી રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે .