જિલ્લા કલેક્ટરશ્રી વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ : અરજદાર અશોકભાઇ રાણાને સંતોષકારક જવાબ મળતા વહીવટીતંત્રનો આભાર માન્યો
માહિતી બ્યુરો, તાપી તા.૨૭ મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
તાપી જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરાઈ છે.ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુધીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. ત્યારે આજે તાપી જિલ્લાના સેવાસદનના કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વ્યારા નગરના અશોકભાઇ રાણા પોતાની દુકાન “સત્યમ ઝેરોક્ષ” દ્વારા તાપી જિલ્લા ગ્રામપંચાયત ચુંટણી ૨૦૧૧માં ઝેરોક્ષનું કામ કર્યું હતું. જેનુ આજ દિન સુધી પેમેન્ટ કરવામા આવ્યું ન હતું. આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગતમાં તેમણે સમસ્યા રજુ કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, મને જિલ્લા કલેકટરશ્રીએ અન્ય અધિકારીઓની ઉપસ્થિતીમાં જણાવ્યું હતું કે, આવતી ગ્રાંટમાં મારું તમામ ચુકવણું કરવામાં આવશે. અને તેમ નહિ થાય તો કોઇ પણ રીતે પ્રયત્ન કરી પેમેન્ટ વહેલુ કરી આપવામાં આવશે એમ ખાતરી આપી હતી. આ ખાતરીથી હું સંતુષ્ટ છું અને આજે મારી સમસ્યાને સાંભળવામાં આવી તે બદલ હૂં જિલ્લા કલેકટરશ્રી અને ગુજરાત સરકારનો ખુભ ખુભ આભારી છું તેમ જણાવ્યું હતું.
0000000000