તાપી જિલ્લાના વલોડ તાલુકામાં રૂ.૬૪.૨ લાખના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનું વાલોડ અને રૂ. ૫૩.૩ લાખના ખર્ચે નવનિર્મિત થયેલ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર કહેરનું લોકાર્પણ કરતાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
“દેશના વડાપ્રધાન માણસોની સાથે-સાથે પશુઓની પણ ચિંતા કરે છે.”-મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
…………
“છેવાડાના માનવી સહિત અબોલા પશુઓ માટે આરોગ્યની સર્વશ્રેષ્ઠ સેવાઓ પહોંચાડવા કટિબદ્ધ સરકાર”:-મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
………..
માહિતી બ્યુરો તાપી તા.૨૮ તાપી જિલ્લામાં અબોલા પશુઓ માટેની આરોગ્યલક્ષી સુવિધા વધે તે માટે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે તથા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા,જિલ્લા કલેક્ટરશ્રી વિપિન ગર્ગની વિશેષ ઉપસ્થિતીમાં વાલોડ ખાતે ૬૪.૨ લાખના ખર્ચે નવનિર્મિત કન્સ્ટ્રક્શન ઓફ વેટરનરી ડીસ્પેન્સરી એટ વાલોડ- પશુ દવાખાનું અને રૂ.૫૩.૩ લાખ કન્સ્ટ્રક્શન ઓફ વેટરનરી ડીસ્પેન્સરી એટ -કહેર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે વાલોડ અને કહેરના ગ્રામજનોને નવનિર્મિત પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સરવાર કેન્દ્રના માત્ર ૬ મહિનામાં સપૂર્ણ રીતે તૈયાર કરાયેલ મકાનની ભેટ અપાતા સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન માણસોની સાથે-સાથે પશુઓની પણ ચિંતા કરે છે. છેવાડાના માનવી સહિત અબોલા પશુઓ માટે આરોગ્યની સર્વશ્રેષ્ઠ સેવાઓ પહોંચાડવા વર્તમાન સરકાર કટિબદ્ધ છે.
મંત્રીશ્રીએ સર્વે પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે, જેમની પાસે એક વિંઘા જેટલી પણ જમીન ના હોય પરંતુ જો તેઓ બે થી પાંચ જેટલા પશુઓ પાળે તો જમીન માંથી મળતી આવક કરતા પશુપાલન માથી સારી એવી આવક મેળવી શકે છે.નાની મોટી ખેતી સાથે એક બે પશુઓ પાળવામાં આવે તો દુધમાંથી રોજિંદા ખર્ચમાં મદદ મેળવી શકાશે.વધુમાં ઉમેર્યું હતુ કે, સુમુલ ડેરી અને ડિસ્ટ્રીક કો.ઓ.બેંક જેવી સંસ્થાઓ આજે આપણા પડખે ઉભી છે ત્યારે તેનો પણ આપણે મહત્તમ લાભ લેવો જોઇએ.
વધુમાં પશુપાલકોને જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાને સૌ કોઇની ચિંતા કરે છે ત્યારે આજે લોકાર્પણ થયેલા પશુ દવાખાનું અને પ્રાથમિક સારવાર કેન્દ્રની સુવિધાનો મહત્તમ લાભ લેવો જોઇએ. ક્યાક તકલિફ પડે તો ૧૯૬૨ પર ફોન કરી તાત્કાલિક સારવાર મેળવા અનુરોધ કર્યો હતો. અબોલા પશુઓની સેવામાં કાર્યરત પશુપાલન વિભાગને પણ અભિનંદન પાઠવ્યા હતા.
માત્ર ૬ મહિનામાં સપૂર્ણ રીતે તૈયાર કરાયેલ નવનિર્મિત પશુ દવાખાના અને પ્રાથમિક પશુસારવાર કેન્દ્રની ભેટ આપતા મંત્રીશ્રી એ વાલોડ અને કહેરના ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.પ્રાથમિક સારવાર કેન્દ્રની સુવિધાનો લાભ ખડુતો,પશુપાલકો, અને પશુપ્રેમીઓને મળી રહે એવા ઉમદા હેતુથી મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે, જેવી રીતે રાષ્ટ્ર,દેશ અને માનવીના ઉત્થાન માટે દેશના વડાપ્રધાન કટિબદ્દ રહે છે તેવીજ રીતે પશુપાલકો માટે પણ સરકાર હરહંમેશા કાર્યરત રહે છે. તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળના બજેટમાં ક્યારેય આટલું મોટુ બજેટ ન થયું હોય એટલું મોટું બજેટ આ વખતના બજેટમાં પશુપાલન માટે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વાલોડ અને કહેરના ગ્રામજનો માટે નવનિર્માણ પામેલા પશુ દવાખાનું અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર આશીર્વાદ સમાન છે.
તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, પશુપાલન એ તાપી જિલ્લાનો એક અગાવો વ્યવસાય છે. તાપી જિલ્લામાં 2021-22 માં ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બે જર્જરીત પશુ દવાખાના અને બે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો માટે રાજ્ય દ્વારા 2.60 કરોડના ખર્ચેની રકમ મંજૂર કરવામાં આવી હતી.અને જેના ભાગરૂપે આજે આ બે દવાખાનાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. જેના લીધે વાલોડ અને કહેર ગામના પશુધારકોને તેમના પશુઓની સારવારમાં સુગમતા ઊભી થશે.
આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા પશુપાલન અધિકારીશ્રી બ્રિજેશ શાહએ કર્યું હતું.
વાલોડ પશુ દવાખાનાના નવનિર્મિત મકાનનું કુલ ક્ષેત્રફળ :- ૨૮૨.૧૦ ચો.મી.છે જયારે કહેર પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનું ૨૩૮.૭૬ ચો.મી છે. આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચર ટાઇપનું મકાન, વેટરનરી ઓફીસર રૂમ, મેડીસીન રૂમ, ઓપરેશન થીયેટર રૂમ, લેબોરેટરી રૂમ, કોમ્પ્યુટર રૂમ, સ્ટોર રૂમ તથા કેટલ શેડની કામગીરીનો સમાવેશ તમામ આરોગ્ય વિષયક યોજનાઓનું અમલીકરણ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આજુબાજુના ગામોને પણ સીધી રીતે લાભકારી સાબિત થશે.
આમ પશુદવાખાનાનું નવનિર્માણ થવાથી વાલોડ તથા આજુબાજુનાં પશુપાલકોને અત્યાધુનિક સુવિધાઓ સરળતાથી મળી રહેશે. પશુધનને ત્વરીત સારવાર ઉપલબ્ધ થશે તથા સરકારશ્રીની સહાયકારી યોજના હેઠળ ઘણા લાભો આ કેન્દ્ર મારફત મળી રહેશે. તેમજ પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનની જાળવણી માટે માર્ગદર્શન મળી રહેશે જે ખુબ જ આનંદની વાત છે.
તાપી જિલ્લામાં ૭ પશુદવાખાનાઓ, ૧૦ ગામ દીઠ ૧ પશુદવાખાના (GVK) એમ ૧૪ દવાખાના,કરૂણા એમ્બ્યુલન્સ (GVK)૧, પ્રાથમિક પશુસારવાર કેન્દ્રો -૨૬, ઘનિષ્ટ પશુસુધારણા યોજના ઉપકેન્દ્રો -૨૯, ઘનિષ્ટ મરઘા વિકાસ ઘટક-૧, વેટરનરી પોલીક્લિનિક-૧ આવેલા છે.
આ પ્રસંગે સુમુલ ડેરીના ડાયરેક્ટશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રીઓ, સંગઠન પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, વાલોડ તાલુકાના મામલતદારશ્રી તથા ટીડીઓશ્રી તેમજ વાલોડ અને કહેર ગ્રામપંચાયતના સરપંચશ્રીઓ સહિત પશુ આરોગ્ય કેન્દ્રના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને પશુપાલક ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા.
00000