શિશુ / વિદ્યા ગુર્જરીમાં સમર કેમ્પના ત્રીજા દિવસે રેડક્રોસ સોસાયટી વ્યારાના સહયોગથી દાંતની તપાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ/વિદ્યા ગુર્જરી શાળામાં રેડક્રોસ સોસાયટી વ્યારાના સહયોગથી કાળીદાસ હૉસ્પિટલ વ્યારા દ્વારા શાળામાં વિદ્યાર્થીઓના દાંતની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં ડૉ. શુભાંગીબેન મોદી દ્વારા બાળકોને દાંતના રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા, દાંતની કાળજી રાખવાની માહિતી આપવામાં આવી તેમજ દરેક બાળકોના દાંતની તપાસ કરવામાં આવી જે બાળકોને દાંતની તકલીફનું નિદાન કરવામાં આવ્યું. તે બાળકોને સારવાર માટે કાળીદાસ હૉસ્પિટલમાં ડૉ. શુભાંગીબેન મોદી નો સંપર્ક કરવાનું જણાવવામાં આવેલ છે. ત્થા તેમની રેડક્રોસ સોસાયટીના સહયોગથી વિશેષ સારવાર કરવામાં આવશે. તેમ જણાવવામાં આવેલ છે. શાળાને સેવા આપવા બદલ શાળાના આચાર્યશ્રી દ્વારા ડૉ. શુભાંગીબેન મોદી તેમના આસીસ્ટન રંજનબેન ચૌધરી તેમજ ઈન્ટર્ન ગામીત શિવાંગીબેનનો તે ઉપરાંત રેડક્રોસ સોસાયટી અને કાળીદાસ હૉસ્પિટલ વ્યારાનો આભાર વ્યક્ત કરેલ છે.