તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તમામ ૫૧ ગામોનો સમાવેશ કરતી તાપી નદી સર્ફેસ સોર્સ આધારીત કુકરમુંડા જુથ પાણી પુરવઠા યોજના પુર્ણતાના આરે
રૂ.૫૪.૦૮ કરોડના ખર્ચે મંજુર થયેલ કુકરમુંડા જુથ પાણી પુરવઠા યોજના પૂર્ણ થતા ૫૧ ગામોની આશરે એક લાખ થી વધુ વસ્તીને ફિલ્ટર થયેલ પીવાનુ શુધ્ધ પાણીનો લાભ મળશે.
……..
માહિતી બ્યુરો તાપી, તા.૨૭: તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તમામ ૫૧ ગામો હાલ બોર, મીની પાઇપ યોજના, કુવા વગેરે સોર્સમાંથી પાઇપલાઇન દ્વારા પીવાનુ પાણી મેળવી રહેલ છે જે તમામ ગામોને તાપી નદી સર્ફેસ સોર્સ આધારીત પીવાનુ પાણી પુરુ પાડવાની કુકરમુંડા જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૫૪.૦૮ કરોડની મંજુર થયેલ હતી. જે યોજના હેઠળ ફુલવાડી-કુકરમુંડા ગામ નજીક તાપી નદીમાં ઇન્ટેકવેલનું બાંધકામ કરી નજીકમાં ફીલ્ટ્રેશન પ્લાન્ટ, ભુગર્ભ ટાંકાઓ પંપઘર, પંપીગ મશીનરી, પાઇપલાઇન વગેરેની કામગીરી પુર્ણતાના આરે છે. આ યોજના આગામી જુન-૨૦૨૩ સુધી સંપુર્ણપણે કાર્યાવિંન્ત થતા હાલ સ્થાનિક સ્ત્રોત બોર, કુવા, તથા મીની પાઇપ ઉપર નભતા કુકરમુંડા તાલુકાના તમામ ૫૧ ગામોની આશરે એક લાખ થી વધુ વસ્તીને ફિલ્ટર થયેલ પીવાનુ શુધ્ધ પાણીનો લાભ મળશે એમ કાર્યપાલક ઇજનેરશ્રી, શ્રી જી.બી.વસાવા ગુ.પા.પુ.અને ગ.વ્ય.બોર્ડ, જી.તાપી તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦