તાપી : સમસ્યાઓનું સુ:ખદ નિવારણ એટલે “સ્વાગત કાર્યક્રમ”
ઘણા સમયથી અટવાયેલી સમસ્યાનું નિરાકરણ “તાલુકા સ્વાગત” થકી આવી ગયું સરપંચશ્રી રેખાબેન ચૌધરી
………
માહિતી બ્યુરો તાપી.તા.૨૭ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે ત્યારે આ 20 વર્ષનાં દાયકામાં અસંખ્ય નાગરિકોએ સ્વાગત કાર્યક્રમના માધ્યમથી પોતાની સમસ્યાઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે.આગામી સમયમાં પણ આ જ રીતે ગુજરાત સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં આવતા તમામ પ્રશ્નને વાચા આપવામાં આવશે.
ત્યારે સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પુર્ણતાના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં સ્વાગત ઝુંબેશ ચાલી રહ્યો છે ત્યારે વ્યારા તાલુકાના આંબિયા ગામના સરપંચશ્રી રેખાબેન અમિતભાઇ ચૌધરી જણાવે છે કે, આંબિયા ગામે આવેલ જુના સઠવાડ ફળિયામાં આવેલ જૂનું જર્જરીત સબ સેન્ટરને તોડવા માટેના અગાઉ સંબધિત કચેરીના અધિકારીઓને લેખિત જાણ કરવામાં આવી હતી પરંતુ કોઇ કાર્યવાહિ કરવામાં આવી ન હતી. પરંતુ જ્યારે અમે તાલુકા સ્વાગતમાં સામુહિક પ્રશ્નની અરજી કરી તો તેનુ તત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવ્યું હતું. અરજી કર્યા બાદ તાત્કાલિક પણે નાયબ કાર્યપાલકશ્રી-વ્યારા દ્વારા આંબિયા ખાતે આવેલ જર્જરિત સબ સેન્ટરને ડિમોલેશની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી.
રેખાબેન જણાવે છે કે, ઘણા સમયથી અટવાયેલી સમસ્યાનું નિરાકરણ “તાલુકા સ્વાગત” થકી આવી ગયો તે બદલ હું જિલ્લા કલેક્ટરશ્રી તથા સંબધિત અધિકારીશ્રીઓ થતા આવા કાર્યક્રમો અમલમાં લાવવા બદલ ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનું છું.
આમ, સ્વાગત કાર્યક્રમ થકી સમસ્યાઓનું હલ કરવામાં તાપી જિલ્લા વહિવટી તંત્ર સફળ રહ્યું છે.
00000