વાતાવરણને અદભૂત તાજગીથી ભરી દેનાર ગુલમહોરનું વૃક્ષ સોળેકળાએ ખીલેલુ તસવીરા દેખાઈ છે
Contact News Publisher
એપ્રિલ મહિનો તેનાં છેડે પહોંચે અને મે મહિનાનો આરંભ થાય એટલે લીલાછમ પાંદડાં ધરાવતાં ગુલમહોરનાં વૃક્ષ પર આંખે વળગે તેવાં લાલ, સિંદુરીયો, ભગવો કે પછી તદ્દન પીળો તેજસ્વી રંગ ધરાવતાં ફૂલો પાંગરીને તેની આસપાસનાં વાતાવરણને અદભૂત તાજગીથી ભરી દે છે. આપણા જીવનમાં અંતરંગ સ્થાન મેળવનાર ગુલમહોરનું આવું એક વૃક્ષ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની મંદરોઇ ગામની પ્રાથમિક શાળાનાં પટાંગણમાં સોળે કલાએ ખીલી જાણે કેમેરા સામે રૂઆબભેર મલકી રહ્યું હોય એવું પ્રતિત થાય છે.
(તસવીર: વિજય પટેલ, ઓલપાડ)