વેદનરુના નિકેતન ઉનાઇ સંસ્થા દ્વારા પદમડુંગરી ખાતે આરોગ્ય, અન્ન અને પોષણ વિશે તાલીમ યોજવામાં આવી
માહિતી બ્યુરો તાપી, તા.૨૬: વેદનરુના નિકેતન ઉનાઈ સંસ્થા સંચાલિત સંજીવની અન્ન પોષણ અને સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૧૫ ગામની આંગણવાડીની કિશોરીઓ માટે પદમડુંગરી ઇકો ટુરિઝમમાં આરોગ્ય, અન્ન અને પોષણ વિશે તાલીમ રાખવામાં આવી હતી જેમાં વાંસદા અને ડોલવણ તાલુકાના ૮૦ કિશોરીઓએ તેમના આંગણવાડી સેવિકા સાથે ભાગ લીધો હતો. આ તાલીમની શરૂઆત સંજીવનીના ORW સી.આશાએ આંગણવાડીના મુખ્ય સેવિકા પ્રિયંકા બેન અને પદમડુંગરી PHC માંથી આવેલા ત્રણ બહેનોનું સ્વાગત કરી તાલીમનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ CHO દ્વારા કિશોરીઓને આરોગ્ય વિષયક તાલીમ આપવામાં આવી અને મુખ્ય સેવિકા પ્રિયંકા બેન દ્વારા આંગણવાડીમાં દર શનિવારે કિશોરીઓ માટે થતા પ્રોગ્રામની માહિતી આપી હતી. સરકારશ્રી દ્વારા આપવામાં આવતા પૂર્ણશકિત આહાર વિશે વિસ્તારથી આંગણવાડી વર્કર બહેનો એ કિશોરીઓને માહિતગાર કર્યા હતા.આ તાલીમમાં પારંપારિક અને હલકા ધાન્ય જેવા કે, નાગલી, ડુંગર જીરું, લાલ કડા ચોખા, દેશી જુવાર…વગેરે ના પ્રદર્શન સાથે પૂર્ણ કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦