સરકાર અને જનતા વચ્ચે સેતુ રૂપ ભૂમિકા ભજવતું માધ્યમ એટલે ‘સ્વાગત કાર્યક્રમ’
“મારા દ્વારા રજુ કરાયેલા પ્રશ્નોનું સંતોસ કારક જવાબ મળતા હું તાપી જિલ્લા કલેકટર અને ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનું છું”- ઝાખરી ગામના સંરપચશ્રી દિલીપભાઇ ગામીત
…………
“સ્વાગત કાર્યક્રમ” આમારા જેવા સામાન્ય અને છેવાડાના જિલ્લાના લોકો માટે ઘણો આશિર્વાદરૂપ બન્યો છે- સંરપચશ્રી દિલીપભાઇ ગામીત
…………….
અરજદાર -ઝાખરી ગામના સંરપચશ્રી દિલીપભાઇ ગામીત
…………
…………
માહિતી બ્યુરો તાપી તા.૨૬ રાજ્યના નાગરિકોને સીધી રીતે અસર કરતાં પ્રશ્નોનો ઓનલાઇન ટેક્નોલોજીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીની સીધી દેખરેખ નીચે સુખદ નિરાકરણ લાવવામાં માટે જિલ્લા તથા તલુકા કક્ષાએ ‘સ્વાગત કાર્યક્રમ’ યોજવામાં આવે છે, એટલે કે પ્રજાના પ્રાણપ્રશ્નોનું ત્વરિત નિરાકરણ.
આવા જ પ્રશ્નો લઇ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાખરી ગામના અરજદાર સંરપચશ્રી દિલીપભાઇ ગામીત જણાવે છે કે વ્યારા મામલતદાર કચેરી ખાતે ૨૫ અપ્રિલના રોજ તાલુકા કક્ષાનો “સ્વાગત કાર્યક્રમ” તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મારા ઝાખરી ગામનું ડુગરી ફળીયું,નિશાળ ફળીયું અને ઝરી ફળિયામાં આવેલા કોઝવેના કામના પ્રશ્નોનુંની રજુઆત તાપી જિલ્લા કલેકટરશ્રી સામે કરી હતી. જેમાં કલેકટરશ્રી તરફથી અને સંલગ્ન વિભાગ તરફથી મને સારો એવો પ્રતિભાવ મળ્યો હતો.જે પ્રશ્નોની રજુઆત કરી હતી તેનું આગામી ટુંક સમયમાં યોગ્ય નિરાકણ આવી જશે તેવું મને આશ્વસન આપ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ કામ જડથી થઇ જશે એવી મને ખાતરી આપી હતી અને આ જવાબથી હું સતુંષ્ટ છુ. મારી સમસ્યાને સાંભળી અને સંતોષકારક જવાબ આપવા બદલ હુ તાપી જિલ્લા કલેકટરશ્રીનો ખુબ ખુબ આભાર માનું છું.
લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકણ જિલ્લા તથા તાલુકા કક્ષાથી થાય તેવા ઉમદા હેતુંને સાકાર કરવા માટે છેલ્લા 20 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા “સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવે છે. આ કાર્યક્રમ આમારા જેવા સામાન્ય અને છેવાડાના જિલ્લાના લોકો માટે ઘણો આશિર્વાદરૂપ બન્યો છે તે બદલ હું ગુજરાત સરકારનો પણ ખુબ ખુબ આભાર માનું છું.
0000000000
*સંગીતા ચૌધરી*