NDRF તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી તાપી દ્વારા તાપી જિલ્લામાં આફત સમયે શુ કરવુ જોઇએ તે અંગે ડેમોનસ્ટ્રેશન સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
આગામી તા. ૦૫/૦૪/૨૦૨૩ સુધી વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ મોકડ્રિલ યોજાશે
……………
માહિતી બ્યુરો તાપી, તા.24 ભારત સરકારના ગૃહ વિભાગ હેઠળ આવેલ ૬ બટાલિયન નેશનલ ડિઝાસ્ટર રિસોંપન્સ ફોર્સ(NDRF) વડોદરા અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી દ્વારા કલેકટરશ્રી ડૉ.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાની શાળાઓ, ઔઘોગિક એકમો અને ગ્રામ્ય કક્ષાના વિસ્તારોમાં પુર, વાવાઝોડુ, આગ, ભુકંપ તથા અન્ય આપત્તિઓ દરમ્યાન પોતાના જીવ અને અન્ય વ્યકિતઓના જીવ બચાવવા શુ કરવુ અને શુ ન કરવું? આ સાથે કઇ રીતે આકસ્મિક આપત્તિ દરમિયાન એકબીજાને મદદરૂપ થઇ શકાય તથા સાવચેતીના પગલાં કઇ રીતે લેવા તે વિશે ડેમોસ્ટ્રેશન સાથે સમજણ આપવા અને વિપુલ પ્રમાણમાં જનજાગૃતિ ફેલાવવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનુ આયોજન તાપી જિલ્લામાં તા. ૨૪/૦૪/૨૦૨૩ થી ૦૫/૦૪/૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ છે.
જે અન્વયે આજરોજ તા.૨૪ એપ્રિલ ૨૦૨૩ જનજાગૃતિ કાર્યક્રમની શરૂઆત મોડેલ શાળા ડોસવાડા. તા સોનગઢ ખાતેથી કરવામાં આવી હતી. NDRF ટીમના ઇન્સપેકટર અંકુશ શર્મા દ્વારા શાળાના બાળકોને આપત્તિઓ વિશે સમજ આપી કે કોઇ પણ કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિના સમયે આપણે સ્વયં પોતાની સાથે સાથે અને અન્ય લોકોને કઇ રીતે બચાવી શકાય. આ અંગે ડેમોસ્ટ્રેશન સાથે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી કરન ગામીત, મોડેલ શાળાના આચાર્યશ્રી આશાબેન ચૌધરી, જે.કે.પેપમીલના સેફટી મેનેજરશ્રી, NDRF ટીમના જવાનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લઇ કાર્યકમને સફળ બનાવ્યો હતો. શાળાકક્ષાએ કાર્યકમને સફળ કરવા આચાર્યશ્રી આશાબેન ચૌધરી દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦