કૂકરમુંડા તાલુકાના પૂર અસરગ્રસ્ત એવા ઝુંમકટી ગામને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં ન આવે તો આંદોલન કરવાની ચીમકી
કૂકરમુંડા તાલુકામાં આવેલ ઝુંમકટી ગ્રામજનો દ્વારા કૂકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું
ગામને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવે જે અંગે રેલી કાઢી આવેદન પત્ર આપ્યું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : મળતી માહિતી અનુસાર આજ રોજ કૂકરમુંડા તાલુકાના ઝુંમકટી ગામના લોકો ભારે સંખ્યામા ભેગા મળી કૂકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને પૂર અસરગ્રસ્ત એવા ઝુંમકટી ગામને પાયાની સુવિધાઓ પુરી પાડે એ હેતુથી આવેદન પત્ર આપવામા આવ્યું હતું.
આ આવેદનપત્ર મુજબ ગત ચોમાસા દરમિયાન આવેલા પૂરમાં ઝુંમકટી ગામ ના તમામ ગામો સહિત રોજીંદા કામમાં આવતા સાધનો, માલસામાન અને પશુઓ પૂરમાં તણાય ગયા હતા અને ત્યારબાદથી પાયાની સુવિધા પૂરી પાડતા એવા તમામ મિલ્કત પાણીમા તણાય જતા ભારે હાલાકી નો સામનો ગ્રામજનોને કરવો પડ્યો હતો. જેમાં આજદિન સુધી પણ ગ્રામજનો આવાસો કે સરકારી પાયાની સુવિધાઓ થી વંચીત છે. ઘણો સમય પસાર થતા લોકો તંત્રની રાહ જોઈ રહ્યા હતા કે કોઈ તેમના મદદે આવશે. પરંતુ આખરે ગ્રામજનોએ થાકીને આવેદનપત્ર આપવાનું જરૂરી સમજી આજ રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું જેમાં ગ્રામજનોને
1) પ્રધાન મંત્રી આવાસ યોજના
2)કેટલ શેડ યોજના
3) સી સી રોડ
4)સુરક્ષા દિવાલ
5)શૌચાલય
6)વીજળી ની પૂરતી સગવળ
વગેરે ઉપરોક્ત પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવે એવું જણાવ્યું હતું. અને જેનો નિકાલ તંત્ર 30 દિવસ માં પૂર્ણ કરે એવું ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું. જો તંત્ર આવું કરવામાં નિષ્ફળ સાબિત થસે તો આવનારા દિવસોમાં ઝુંમકટી ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવસે એવી ચીમકી ઉચ્ચારી હતી.