જિલ્લા બાળ સુરક્ષા કચેરી-તાપી દ્વારા પાથરડા ખાતે આદિમ જુથની બહેનો સાથે અવેરનેશ પ્રોગ્રામ યોજાયો
જિલ્લા બાળ સુરક્ષા કચેરી-તાપી દ્વારા તાપી જિલ્લામાં બાળ લગ્ન-એક સામાજિક દુષણને અટકાવવાના સરાહનિય પ્રયાસો
માહિતી બ્યુરો તાપી, તા.21: તાપી જિલ્લાના પારંપારીક તહેવાર અખાત્રીજ અને અન્ય દિવસોમા ખુબ મોટા પ્રમાણમા વિવિધ સમાજોમા લગ્નો યોજાતા હોય છે. જેમા છોકરી અને છોકરાની નિર્ધારીત કરેલી ઉંમર કરતા વહેલા લગ્ન ન કરાવવામાં આવે તે અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામ ખાતે આદિમ જુથની બહેનો સાથે અવેરનેશ પ્રોગ્રામનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા કચેરી-તાપી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા બાળ સુરક્ષા કચેરી-તાપીના પાયલબેન દેગડવાલા, સુરક્ષા અધિકારી (બિનસંસ્થાકીય સંભાળ) તથા શ્રીમતિ જ્યોતીબેન ચૌધરી (નારી અદાલત-ઉચ્છલ) દ્વારા બાળલગ્ન અટકાવવા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજા પાત્ર ગુનો છે જેમાં ૨ વર્ષની સખત કેદ અથવા રૂ. ૧ લાખ સુધીના દંડ અથવા બંન્ને થઇ શકે છે. અને બાળ લગ્નએ સામાજિક દુષણ પણ છે. વધુમાં બાળ લગ્નના કારણે દીકરા-દીકરીઓના શારિરીક,માનસિક અને આરોગ્ય વિષયક ઘણી જ વિપરીત અસર થાય છે એમ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમા આદિમ જુથની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઇ બાળલગ્ન અટકાવવા સંકલ્પ બધ્ધ થયા હતા.
000000000