તાપી જિલ્લાના પેન્શનરોની હયાતીની ખરાઇ કરાવવા અંગે પેન્શનરો જોગ

Contact News Publisher

માહિતી બ્યુરો તાપી તા.૨૧ તાપી જિલ્લાના તમામ પેન્શનરોને ,ચાલુ વર્ષે હયાતીની ખરાઇ માટે જિલ્લા તિજોરી કચેરી તાપી દ્વારા હયાતી અને પુન:લગ્ન બાબતના ફોર્મ જે તે સંબંધિત બેંકમાં મોકલી આપવામાં આવેલ છે.જેથી તમામ પેન્શનરોએ પોતે જે બેંક મારફત પેન્શન મેળવતા હોય તે બેકમાં પીપીઓ બુક નંબર,લેજર પાના નંબર,બેંક પાસબુકની મહિતી સાથે માહે:- મે-૨૦૨૩, જુન-૨૦૨૩ અને જુલાઇ-૨૦૨૩ માસ દરમ્યાન રૂબરૂ હાજર થઇ હયાતીના પ્રમાણપત્રમાં નિયત નમુનાની સહી કરવાની રહેશે. રાજ્ય સરકારનાં પેંશનરો/કુંટુંબ પેંશનરોએ JEEVAN PRAMAAN PORTAL (www.jeevanpramaan.gov.in) પર પણ ઓનલાઇન (ONLINE) હયાતીની ખરાઇ કરાવી શકે છે. રાજ્ય સરકારનાં પેંશનરો સ્માર્ટફોનનો ઉપયોગથી FACE AUTHENTICATION TECHNIQUE મારફત જીવનપ્રમાણપત્ર જનરેટ કરી શકશે. જે માટેની વિગતવાર સમજ https://pensionersportal.gov.in ઉપલબ્ધ છે. પેંશનર નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઇ કરાવવા નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં ઓગસ્ટ-૨૦૨૩ નાં માસથી પેન્શનની રકમનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે. જેની સર્વે પેન્શનરોએ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી તાપીની અખબારી યાદિમાં જણાવ્યું છે.
0000000000
.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other