સરકારી લાભ લેવામાં મુશ્કેલી અનુભવાતા આમોનિયા ગામના ત્રણ અપંગ બાળકોના આધારકાર્ડ ભારે જહેમત બાદ બનાવાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાજેતરમાં ડોલવણ તાલુકાના છેવાડાના આમોનિયા ગામના ત્રણ અપંગ બાળકોના આધારકાર્ડ ન હોવાને કારણે સરકારી લાભ લેવામાં મુશ્કેલી અનુભવાતા હતા. આ બાબતે આધાર નોંધણી માટે નાયબ મામલતદારશ્રી વિરલભાઇ પટેલને ધ્વનિ સંદેશો મળતા તાત્કાલિક ધોરણે આઈ.સી.ડી.એસ.વ્યારા ઘટક-૨ (ડોલવણ)ના આધાર ઓપરેટરશ્રી રાહુલભાઈ ચૌધરી આંગણવાડી અને પ્રા.શાળા ની મુલાકાત લઈ તેમણે પરિમલ અર્જુનભાઈ કોંકણી – ઉ.વ. ૧૪, એલ્વીન અમૃતભાઈ કોંકણી – ઉ.વ. ૧૬, રક્ષાબેન વિજયભાઈ કોંકણી – ઉ.વ. ૧૪ ની આધાર નોંધણી કરવામાં આવી હતી. મંદબુધ્ધિ તેમજ અપંગ બાળકો ધમાલ કરતા હોવાથી ૧ બાળકનો દોઢ કલાકના સતત પ્રયત્નો બાદ આધાર નોંધણી કરવામાં સફળતા મેળવી હતી અને આધાર ઓપરેટરશ્રી રાહુલભાઈ ચૌધરીએ સરહાનીય કામગીરી કરી માનવતા મહેકાવી હતી.
000000