તાપી જિલ્લાની આઇસીડીએસ વિભાગ હેઠળ પોષણ અભિયાન અંતર્ગત મુખ્યસેવિકાઓ દ્વારા ગૃહ મુલાકાત યોજવામાં આવી
સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓને પુરક પોષણ અંગે તથા પરિવારજનોને પોષણના મહત્વ અંગે જાગૃત કરવામાં આવ્યા
……………..
માહિતી બ્યૂરોઃ તાપી તા.18 તાપી જિલ્લા પંચાયત આઇસીડીએસ કચેરી દ્વારા ૬ માસ થી ૬ વર્ષના બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી, ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને પુરક પોષણ લાભ આપવામાં આવે છે આ કામગીરીના ભાગરૂપે કુપોષિત બાળકોની દર માસે મુખ્ય સેવિકાઓ દ્વારા ૪ વખત ગૃહ મુલાકાત કરવામાં આવે છે.
તાજેતરમાં તાપી જિલ્લાના આઇસીડીએસ વિભાગ હેઠળ પોષણ અભિયાન અંતર્ગત મુખ્યસેવિકાઓ દ્વારા ગૃહ મુલાકાત યોજવામાં આવી હતી. આ મુલાકાર દરમિયાન કુપોષિત બાળકો માટે પરિવારજનોને પોષણયુકત ખોરાક અંગેની સમજ આપવામાં આવી જેથી બાળક તદુસ્ત બને. કુપોષિત બાળકો સ્વચ્છતા અંગે સમજ આપવામાં આવી, જેથી કોઇ ગંભીર બિમારીનો ભોગ ન બને. કુપોષિત બાળકોની મુલાકાત દરમ્યાન બાળકોના વાલીઓ સાથે પરામર્સ પણ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકને CMTC કેન્દ્રમાં દાખલ કરવા અંગે અને બાળકને કુપોષણથી બાહાર લાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યસેવીકાઓ દ્વારા જોખમી સગર્ભા માતાની દર માસે ૩ ગૃહમુલાકાત કરવામાં આવે છે. જેમાં સગર્ભા માતા સપુર્ણ ખોરાક લેવા અંગે અને સગર્ભાનું સ્વાથ્ય સારુ રહે અને આવનાર બાળક કુપોષણનો ભોગ ના બને તે અંગે તકેદારી રાખવા ખાસ સમજ કેળવવામાં આવે છે. વધુમાં સગર્ભામાતા સરકારી સેવાનો લાભ લે તથા આંગણવાડી દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ લેવા અંગે પ્રેરિત કરવામાં આવે છે.
નોંધનિય છે કે, તાપી જિલ્લામાં જોખમી સગર્ભા ધરાવતી ૩૭૯ મહિલાઓ અને કુલ ૬૬૩ કુપોષિત બાળકો છે. તાપી જિલ્લામાં પોષણનો સ્તર વધારવા અને કુપોષણ નાબુદ કરવા પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલના નેતૃત્વ હેઠળ આંગણવાડીના બાળકોને દત્તક લેવા “પોષક વાલી” પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવેલ છે.
૦૦૦૦૦૦૦