વેલ્દા ખાતે ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૨મી જન્મ-જ્યંતીની ધામધૂમથી ઉજવણી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ): “નજરો નેં નજારા દેખા ઐસા નજારા નહીં દેખા, આસમાન મેં જબ ભી દેખા મેરે ભીમ જૈસા સિતારા નહીં દેખા “મહામાનવ બૌદ્ધિસત્વ, ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૨મી જન્મ-જ્યંતીની ઉજવણી.
તા. ૧૪ના રોજ આંબેડકરનગર વેલ્દા તા. નિઝર ખાતે ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૨મી જન્મજ્યંતિની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરે ૯ વાગે ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રીમતિ યોગિતાબેન કિશોરભાઈ પાડવી અને ઉપસરપંચશ્રી સચિનભાઈ વસંતભાઈ પટેલના હસ્તે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવ અને જિ.પં.તાપીના પૂર્વ સભ્યશ્રી સુરેશભાઈ પાડવીએ મહામાનવ બૌદ્ધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકરજીના જીવન, પ્રસંગો, ભારતીય સંવિધાન બાબતે વ્યક્તવ્ય રજુ કરવામાં આવ્યું. ત્યારબાદ વેલ્દા ગામના આગેવાન અંબાલાલભાઈ પટેલ દ્રારા મહામાનવ બૌદ્ધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકર જીના કઠોર પરિશ્રમથી છેક છેવાડાના માનવી ઉચ્ચ કક્ષાએ પહોંચાડનાર, મહિલા શકિત સાચા હિમાયતી ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીના જીવન પર વ્યક્તવ્ય આપવામાં આવ્યું. ધી. બુદ્ધિષ્ટ સેવા ટ્રષ્ટના પ્રમુખશ્રી સુહાસભાઈ સાળવે તથા ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજ્યંતિ ઉજવણી સમિતિના પ્રમુખશ્રી દેવાનંદભાઈ વસંતભાઈ સાળવે દ્રારા ડો. બાબાસાહેબ આંબેડકરજીના જીવનમન્ત્ર શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષની રાહ પર ચાલી પોતાના જીવનના સાચા ઉદ્રારક બનો!એવી પ્રેરણાદાયી વ્યક્તવ્ય રજુ કર્યું હતુ. આ કાર્યક્રમમાં તા.પં. સભ્યશ્રીમતિ આરતીબેન સુરેશભાઈ પાડવી, માજી. તા.પં.સભ્યશ્રી કિરણભાઈ પાડવી, વેલ્દા ગામના વરિષ્ઠ નાગરિકો અને આગેવાનશ્રી તુકારામભાઈ પટેલ, ડી. એમ. સાળવે, કાંતિલાલભાઈ વળવી, રમેશભાઈ પાડવી, શ્રીરામભાઈ પાડવી, કૈલાસભાઈ પાડવી, પ્રકાશભાઈ પાડવી, ગણેશભાઈ પાડવી, પ્રહલાદભાઈ પાડવી, હીરાલાલભાઈ પાડવી, જાલમસિંગભાઈ પાડવી, કાંતિલાલભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, રમેશભાઈ પટેલ રાજુભાઈ પાડવી તથા અન્ય ગ્રામજનોએ ઉજવણીમાં સહભાગી થયા. અને સાંજના સમય ૪ વાગે મહામાનવ બૌદ્ધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકરજીની વિચારધારાનો રથ વેલ્દા ગામમાં ફેરવવાનું આયોજન કરવામાં આવ્યુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રા. શાળાના નવું નેવાળાના મુખ્ય શિક્ષકશ્રી સિદ્ધાર્થભાઈ સાળવે દ્વારા કરવામાં આવ્યું.