ગુજકોસ્ટ ગાંધીનગર આયોજીત સ્ટેમ ક્વીઝ સ્પર્ધા તાપી જીલ્લાના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરેક તાલુકા સેન્ટર પર યોજાશે : કુલ ૭૯૪૪ બાળકો ભાગ લેશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત કલાનીકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, વ્યારા તાપી દ્રારા તાપી જિલ્લામાંથી કુલ ૧૪૦ શાળાઓમાંથી ૭૯૪૪ બાળકોનું સ્ટેમ ક્વીઝ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન થયું છે. દરેક તાલુકામાં એકંદરે ૧૨૦૦ બાળકો સ્પર્ધામાં ભાગ લેશે. તાલુકાની મુખ્ય બે મોટી શાળાઓમાં બાળકો આવીને સ્પર્ધામાં ભાગ લેશે. જેને મદદરૂપ થવા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરેક તાલુકા દીઠ બે એમ સાત તાલુકામાં જુદાજુદા કો-ઓડીનેટરની નિમણુક કરવામાં આવી છે. આ એક ખૂબ મોટી સ્ટેમ ક્વીઝ સ્પર્ધામાં દરેક તાલુકામાંથી પ્રથમ ૧૦ બાળકોની પસંદગી થનાર ને લેપટોપ ઇનામ આપવામાં આવશે અને આવનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દરેક તાલુકામાંથી પ્રથમ ૫ બાળકોને ગાંધીનગર લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા લઇ જઈ ને ભાગ લેવડાવવામાં આવશે. જેમાં ૨ કરોડના ઇનામોની ઉપલબ્ધિઓ છે. સમગ્ર તાપી જિલામાં આયોજન સુચારૂ થાય તેથી જિ. શિ. કચેરીનો સહયોગ પણ મળ્યો છે.