નિઝરના ભીલજાંબોલી ગામે ફાળવેલી બસો બંધ કરી દેવાતા પરીક્ષા ટાણે જ વિદ્યાર્થીઓને હાલાકી
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામના વિદ્યાર્થીઓ જણાવે છે કે ગામ માટે એસ.ટી. બસ ફળવવામાં આવેલ છે. પરંતુ એસ.ટી.બસ સમયસર ભીલજાંબોલી ગામમાં આવતી નથી. એસ.ટી.બસ એક દિવસ આવે છે અને બીજા દિવસે બસ બંદ કરી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ફાળવેલી બસ હોવાં છતા વિદ્યાર્થીઓ ભીલજાંબોલી ગામથી બે /ત્રણ કિલોમીટર બસ સ્ટેશન ઉપર પગપાળે ચાલતા જવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ સમયસર સ્કુલમાં પોહોંચી શકતા નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થવાની શક્યતા વધી રહી છે. હાલમાં ઉનાળાની ખુબજ ગરમી પડી રહી છે અને વિદ્યાર્થીઓ બે/ત્રણ કિલોમીટર પગપાળે ગામથી બસ સ્ટેશન સુધી ચાલતા જતા હોય વિદ્યાર્થીઓની હાલત દયનીય બની છે.
ગામના સરપંચ એસ.ટી. ડેપોના મેનેજરને વારંવાર અરજી કરી વિદ્યાર્થીઓ માટે બસની માંગ કરી હતી. સમયસર વિદ્યાર્થીઓને કોલેજ, iti તેમજ શાળામાં પોહોંચાડે એવી અરજીઓ સાથે હાલના સરપંચશ્રીએ મૌખિક અને લેખિત ફરિયાદો બસ માટે ડેપો મેનેજરને કરી હતી. હાલમાં સવારની સ્કૂલ અને કોલેજની પરીક્ષાઓ ચાલુ થવાની છે. સમયસર બસ નહીં આવતા ભીલજાંબોલી ગામના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા આપી શકી એમ નથી. વિદ્યાર્થીઓના માતા-પિતા ચિંતિત થઈ રહયા છે.
હવે જોવાનું રહયું કે ડેપો મેનેજર દ્વારા બસો સમયસર ભીલજાંબોલી ગામના વિદ્યાર્થીઓ માટે મોકલવામાં આવશે ? કે પછી ભીલજાંબોલી ગામના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવશે ? જે આવનાર સમયમાં ખબર પડશે.