કીમ પ્રાથમિક શાળાનું ગૌરવ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગત ફેબ્રુઆરી માસમાં કેન્દ્ર સરકાર પ્રેરિત એન.એમ.એમ.એસ. (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા રાજ્યભરમાં લેવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વૈષ્ણવી વિજયકુમાર બાગુલે ઉત્તિર્ણ થઈ મેરીટમાં સ્થાન મેળવેલ છે. આ સાથે આ વિદ્યાર્થીની ધોરણ-૧૨ સુધી સરકાર તરફથી મળનાર શિષ્યવૃત્તિની હકદાર બનવા પામી છે.
શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી આરતી દવેનાં માર્ગદર્શન હેઠળ તેણીએ મેળવેલ સિદ્ધિને શાળાનાં આચાર્ય દિનેશ પટેલ તથા સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ સી.આર.સી.કો-ઓર્ડિનેટર આકાશ પટેલે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.