જે.બી. સ્કુલ વ્યારામાં સ્ટાન્ડર્ડ કલબ સ્થાપી બાળકોને સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવા માટે જિલ્લાના આર. પી. કેતન શાહ અને ડો. અનિલસિંઘ દ્વારા માર્ગદર્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વ્યારા જે. બી સ્કુલ ખાતે ભારતીય માનક બ્યુરો ની સુરત રિજિયોનલ ઓફિસ દ્વારા શાળાઓ માં બાળકોને સ્ટાન્ડર્ડ વસ્તુઓ જ વાપરવી જોઈએ તે બાબતે તાપી અને સુરત જિલ્લાના રિસોર્સ પર્સન કેતન શાહ અને ડો. અનિલ સિંઘ વાંકલ કોલેજના પ્રાધ્યાપક તરીકે પણ ફરજ બજાવે છે. તેમનાં દ્વારા isi મારકો, ISO certified સંસ્થા, bis વિષે વિસ્તૃત જાણકારી આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે સાથે બાળકોમાં વધુ જાગૃતતા લાવવા માટે એક નિબંધ સ્પર્ધા નું આયોજન કર્યું. જેમાં 150 બાળકોએ ભાગ લીધો જેમાંથી સારા ચાર નિબંધો ને અલગ કરી તેવા બાળકોને રોકડ ઇનામ રૂપે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. બંને મેહમાનોનું ફુલ થી શાળાના આચાર્ય નરેશ ગામીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમા શાળા ના ધોરણ -11 ના બાળકોને પણ આ બાબતે જાગૃતતા લાવવા માટે કાર્યક્ર્મ હાથ ધરવામાં આવનાર છે. સાથે તાપી જિલ્લાની 17 શાળાઓમા સ્ટાન્ડર્ડ કલબ ની રચનાઓ કરી ત્યાં પણ કાયક્રમ કરીશું.