RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪માં નબળા અને વંચિત જૂથના બાળકો વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ મેળવી શકશે

Contact News Publisher

માહિતી બ્યુરો તાપી તા.06 ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ ૧૨(૧) કે હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે, જે બાળકોએ ૦૧ જુન-૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તે બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ http://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા. ૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા, કયા અધિકારીના રજુ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમ ટેક્ષ રીટર્ન તથા ઇન્કમ ટેક્ષ ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતો હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

પ્રવેશ મેળવવા માંગતા વાલીઓને માહિતીના અભાવે કોઈ મુશ્કેલી ના પડે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાપીની કચેરીના હેલ્પલાઈન નંબર-૦૨૬૩ ૨૨૨૦૫૭ પર સંપર્ક કરવાનો રહેશે.એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other