તાપી જિલ્લા પંચાયત હોલ ખાતે પરિક્ષા કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, માઇક્રો ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્ક્વોર્ડ” ની તાલીમ યોજાઇ

Contact News Publisher

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્ક(વહિવટ/હિસાબ) પરીક્ષા આગામી તા.09-04-2023 રવિવારના રોજ સવારે 12 થી 01.30 કલાક દરમિયાન યોજાનાર છે. તાપી જિલ્લામાં 36 કેન્દ્રો ખાતે 11649 ઉમેદવારો પરીક્ષા આપશે
…………..
તાપી જિલ્લાના 240 અધિકારી-કર્મચારીઓ અને 200થી વધુ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે
…………..
માહિતી બ્યુરો વ્યારા-તાપી તા. 06: ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧૨૨ જુનિયર ક્લાર્ક,વહીવટ હિસાબ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ:૦૯/૦૪/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. જેને અનુલક્ષીને આજે તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે “પરિક્ષા કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, માઇક્રો ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્ક્વોર્ડ” ની તાલીમ જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપીન ગર્ગ અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં યોજાઇ હતી.
અધ્યક્ષસ્થાનેથી સૌ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, કોઇ કામગીરીમાં ખોટી ઉતાવડ ન કરતા ધિરજ અને ક્ષતિ રહિત કામગીરી પુર્ણ કરવી સૌની જવાબદારી છે. પરિક્ષા પારદર્શક રીતે યોજાય તે માટે સરકાર સહિત તાપી જિલ્લા તંત્ર કટીબધ્ધ છે. જેથી કોઇ ક્ષતિનો અવકાશ ન રહે તે મુજબ જવાબદારી નિભાવવી જરૂરી છે.
તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહએ સૌને પ્રરિત કરતા જણાવ્યું હતું કે, તંત્રની વિશ્વસનિયતા બરકરાર રાખી શકાય તે માટે આપણે સૌએ ખુબ ચોક્કસાઇથી કામગીરી કરવાની જરૂર છે. તેમણે પરીક્ષાલક્ષી માર્ગદર્શક સુચનાઓનું અધ્યયન કરી પારદર્શક અને તંદુરસ્ત વાતાવરણમાં તાપી જિલ્લામાં પરીક્ષા સંપન્ન થાય તેની તકેદારી રાખવા સૌને અનુરોધ કર્યો હતો.

તાલીમમાં શિક્ષણ નિરિક્ષકશ્રી ગોવિંદભાઇ ગાંગોળા દ્વારા “પરિક્ષા કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, માઇક્રો ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્ક્વોર્ડ”ને વિસ્તૃત માર્ગદર્શન આપી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શિકા અંગે અવગત કરવામાં આવ્યા હતા.
અત્રે નોંધનિય છે કે, ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧૨૨ જુનિયર ક્લાર્ક,વહીવટ હિસાબ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ:૦૯/૦૪/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. તાપી જિલ્લામાં 36 કેન્દ્રો ખાતે 11649 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા સંદર્ભે પરીક્ષાર્થીઓને કે વાલીઓને પરીક્ષાલક્ષી માહિતી ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન સ્થળ તરીકે સમાજ કલ્યાણ શાખા,જિલ્લા પંચાયત કચેરી, તાપી, બ્લોક નંબર:૮, જિલ્લા સેવા સદન,પાનવાડી,વ્યારા,જિ.તાપી અને હેલ્પલાઇન નંબર 02626-220622 જાહેર કરવામાં આવેલ છે.
0000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *