વ્યારા નજીકના એક ગામમાં પતિનો ત્રાસ વેઠતી પીડિત મહિલાને અભયમ મદદરૂપ બની
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામની એક બેનનો 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના પતિ વેહમ કરીને અપશબ્દ બોલી હેરાનગતિ કરે છે જેથી તાપી અભયમ રેસક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષ વચ્ચે અસરકારક કાઉન્સિલિંગ કરી પારિવારિક ઝઘડાનુ સમાધાન કરાયું હતું.
મળતી માહિતી મુજબ ભોગ બનનાર એક બહેનના બે દીકરા છે સસરા મજૂરી કામ કરવા જાય છે અને પતિ કડિયા કામ કરવા જાય છે પીડિત બેન મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે પરણિતા સાથે પતિ વ્યસન કરી વહેમ શંકા રાખી અવારનવાર ઝઘડા થતાં અને માનસિક તકલીફ વેઠતા અને અપશબ્દ બોલતા પરણિતાના પતિ કડિયા કામ કરવા જાય છે ત્યાંથી પૈસા લાવી પરણીતાને આપે છે. પરંતુ ફરી દારૂનુ વ્યસન કરવા પૈસા માંગી લે છે આમ ત્રાસ આપતા અભયમ ટીમે પતિનું કાઉન્સિલિંગ કર્યું અને ઘરમાં પૈસા આપી ઘર ચલાવવામાં મદદ કરે અને આ રીતે વહેમ કરી ઝઘડા ના કરે તેમ સમજાવતા તેમને ભૂલો સ્વીકારે અને સારી રીતે રાખશે તેની ખાતરી આપતા પારિવારિક ઝઘડા નું સમાધાન કરાયું હતું.