G-20ના લોગોને માનવ આકૃતિ રૂપે પ્રસ્તુત કરતા તાપી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ

Contact News Publisher

માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૫ આ વર્ષે યોજાનાર G-20 દેશોની બેઠક સંદર્ભે અધ્યક્ષીય સ્થાન ભારત દેશ પાસે(1 ડીસેમ્બર -2022 થી 30 નવેમ્બર -2023) છે. સમગ્ર દેશના નાગરિકો માટે આ ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. G-20 બેઠકની આ વર્ષની થીમ “વસુધૈવ કુટુમ્બમ” (One Earth, One Family, One Future) છે. આથી આ ગૌરવપૂર્ણ ક્ષણની જાગૃતિ અને પ્રચાર – પ્રસાર તથા લોકભાગીદારી વધારવાના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, તાપી દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફેબ્રુઆરી -2023 થી સપ્ટેમ્બર -2023 સુધી વિવિધ પ્રવૃતિઓ /કાર્યક્રમો યોજવાનું આયોજન કરેલ છે. જેમાં પોસ્ટર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, G -20 થીમ આધારિત ભીંત ચિત્ર, વકતૃત્વ સ્પર્ધા, Run for environment and climate તેમજ water saving and energy આધારિત સાયકલ રેલી જેવી અનેક પ્રવૃતિ તાપી જિલ્લાની માધ્યમિક તેમજ ઉચચતર માધ્યમિક શાળાઓ દ્વારા લોકભાગીદારી તેમજ પ્રચાર – પ્રસાર કરવામાં આવેલ છે. આજરોજ આ પ્રવૃતિના ભાગરૂપે વિવિધ શાળાઓમાં G-20ના લોગોને વિદ્યાર્થીઓ દ્વારા માનવ આકૃતિ રૂપે પ્રસૃતુત કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *