તાપી જિલ્લામાં આગામી ૨૬મી એપ્રિલે તાલુકા અને ૨૭મી એપ્રિલ જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

Contact News Publisher

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી એપ્રિલ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે
………….

માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૫: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા એપ્રિલ- ૨૦૨૩નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા ૨૬મી એપ્રિલ, બુધવાર તથા ૨૭મી એપ્રિલ ગુરુવારે જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

જેમાં ૨૬મી એપ્રિલે વ્યારા તાલુકામાં કલેક્ટરશ્રી વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,વ્યારા ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે, ડોલવણ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ ના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે. વાલોડ તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે , ઉચ્છલ તાલુકામાં જિલ્લા પ્રાયોજન વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, નિઝર તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, સોનગઢ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી,વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, કુકરમુંડા તાલુકામા પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.

જયારે તાપી જિલ્લાનો માહે. એપ્રિલ -૨૦૨૩ નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૪/૨૦૨૩ ગુરુવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.
અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા. ૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે,તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે , એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી – વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *