તાપી જિલ્લા પંચાયતની સામાન્યસભા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં યોજાઇ

Contact News Publisher

તાપી જિલ્લાનું ૧૫મું અને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ત્રીજું કુલ રૂપિયા ૧૦૧૦ કરોડનું અંદાજપત્ર અને સ્વ ભંડોળનું રૂપિયા ૫ કરોડનું અંદાજપત્ર રજુ કરતા આનંદની લાગણી અનુભવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા
……………
મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આવનાર કાર્યક્રમોમાં મિલેટ વાનગીઓ અને પોષણ કિટનો ઉપયોગ જનજાગૃતિ માટે કરવામાં આવશે

……………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.2૨૯: તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી.

બેઠકમાં વર્ષ 2022-23ના વર્ષનું સુધારેલ અને વર્ષ-2023-24નું મુળ રૂપિયા ૧૦૧,૦૧,૭૭,૪૯૬/- નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત તાપી-વ્યારાની વિવિધ સમિતિઓ જેમાં કારોબારી સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, હળપતિ અને ભુમિહિન ખેત મજુરોના આવાસ બાંધકામ સમિતિ, ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિઓની મળેલી સભાઓની કાર્યવાહીને બહાલી આપવા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર યોજનાનું સને 2023-24 જિલ્લો તાપીનું કુલ- ૯૬૧૮.૯૬ લાખનું લેબર બજેટ તથા જિલ્લા પંચાયત તાપીના રેતી કંકરની ગ્રાન્ટમાંથી વિકાસ પ્રવૃતિના કામો બાબતે રચનાત્મક સુચનો કરવામાં આવી હતી.

અધ્યક્ષસ્થાનેથી પ્રમુખશ્રી સુરજ વસાવાએ જણાવ્યું હતું કે, અંદાજપત્રમાં શરૂઆતમાં પાયાના પ્રશ્નોની યોજનાઓ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે વિકાસના પુરેપુરા કામો કરી શકીએ એ માટે કુલ રૂપિયા ૧૦૧૦ કરોડ ૧૭ લાખ ૭૪ હજાર ૯૬ નું આયોજન આપની સમક્ષ રજુ કરેલ છે.

તાપી જિલ્લાનું ૧૫મું અને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ત્રીજું અંદાજપત્ર રજુ કરતા આનંદની લાગણી વ્યક્ત કરું છું. આગામી વર્ષમાં મુખ્યત્વે સામન્ય વહિવટ, મહેકમ અને સાદિલવાર ખર્ચના રૂપિયા ૮૨ લાખ ૦૭ હજાર ૯૦૦નો ખર્ચ થશે. વિકાસ, પંચાયત અને આંકડા ક્ષેત્રે ૯૩ લાખ ૦૪ હજાર રૂપિયા, આયુર્વેદ અને આરોગ્ય ક્ષેત્રે રૂપિયા ૧૮ લાખ ૭૦ હજાર, ખેતીવાડી, પશુપાલન અને સિંચાઇ ક્ષેત્રમાં ૬૪ લાખ ૫૧ હજાર, સમાજ કલ્યાણ અને કુદરતી આફતોમાં રૂપિયા ૧ લાખ ૬૫ હજાર, તેમજ જાહેર બાંધકામ અને પ્રકિર્ણ કામો માટે ૧ કરોડ ૯૩ લાખ ૩૦ હજાર તથા શિક્ષણ અને સહકાર ક્ષેત્રે ૮૯ લાખ ૯૭ હજાર મળી કુલ રૂપિયા ૫ કરોડ ૩૩ લાખ ૩૭ હજાર ૯૦૦નું સ્વ ભંડોરનું અંદાજપત્ર રજુ કરેલ છે.
આ ઉપરાંત પ્રમુખશ્રીએ સરકારશ્રીની પશુપાલન ક્ષેત્રમાં આપવામાં આવતા દુધાળા ઢોર માટે અપંગ/વિધવા બહેનોનો લોકફાળા અંગેની સહાય માટે રૂ.૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે નિભાવ ગ્રાંટમાં વિદ્યાર્થી દીઠ રૂ.૧૦૦૦ આપવામાં આવતી હતી જેમાં રૂ.૨૫૦/- નો વધારો કરી કુલ રૂ.૧૨૫૦/- કરી સવલત વધારવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં અંદાજિત ૪૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. મહિલા સમેલન તથા બાળમેળા આયોજન તથા આંગણવાડી કેંદ્રોનાં બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડવા પોષક વાલી યોજના અંતર્ગત ૧૦ લાખની જોગાવાઇ કરવામાં આવી છે એમ ઉમેર્યું હતું.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી યોજઅન અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે તાપી જિલ્લાના સાત તાલુકાઓ તથા લાઇન ડિપાર્ટમેન્ટના કામોનું આયોજન રજુ કરતા જણાવ્યું હતું કે, જિલ્લાનું લેબર બજેટ કુલ-૯૬૧૮.૯૬ લાખ છે જેના દ્વારા ૨૫.૧૨ લાખ માનવદિન ઉત્પન્ન થશે. ૬૪૮૨ કામો અને ૬૯ લેબર અને ૩૧ મતીરીયલ રેશિયો છે એમ સૌને અવગત કર્યા હતા.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલ દ્વારા શ્રીઅન્ન (મિલેટ) પોષણનું પેકેજ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેને અનુલક્ષીને સૌ પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ દ્વારા નવીન પહેલના ભાગરૂપે તાપી જિલ્લામાં આગામી સમયમા થનાર કાર્યક્રમોમાં મિલેટ વાનગીઓ અને પોષણ કિટનો જ ઉપયોગ થાય અને આ અંગે લોકજાગૃતિ માટે સૌ કોઇ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે એમ સર્વાનુમતે નક્કિ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બેઠકમાં આરોગ્ય વિભાગના ડો.કે.ટી.ચૌધરી દ્વારા આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ઉપપ્રમુખશ્રી અર્જુનભાઇ ચૌધરી, ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *