ધ બિગેસ્ટ અવર ઓફ ધ વર્લ્ડ અંતર્ગત અશ્વિન ટંડેલ અને ટીમે જનજાગૃતિ અર્થે વલસાડથી તીથલ સુધીની સાયકલયાત્રા યોજી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : WWF અને HSBC નાં સંયુક્ત ઉપક્રમે વલસાડ સર્કિટ હાઉસ ખાતે વિશ્વ પૃથ્વી કલાક ( AN EARTH HOUR) અભિયાન અંતર્ગત સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડનાં ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ અને વલસાડ રેસર્સ ગૃપનાં અંદાજીત 80 જેટલાં યુવાનો, બાળકો અને વડીલો સર્કિટ હાઉસથી તીથલ સ્વામીનારાયણ મંદિર સુધીની દસ કિમી જનજાગૃતિ સાયકલ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતાં. સદર રાઇડનું નેતૃત્વ ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબનાં સુકાની નરેશ નાયકને સોંપવામાં આવ્યું હતું.
પ્રારંભે વલસાડ જિલ્લા WWF નાં સભ્યએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ડૉ. પિયુષ પટેલે પ્રકૃતિ સંવર્ધનની પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતાં. તેમણે ઉત્તર વન વિભાગ વલસાડનાં વાઘેલા સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાઈડનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું. તીથલ મંદિરે સૌ સાયકલવીરોએ ઝીરો પ્લાસ્ટિકનો સંકલ્પ લીધો હતો. અહીં તમામને શુભેચ્છા કાર્ડ આપવામાં આવ્યા હતાં જ્યારે પરત સર્કિટ હાઉસ આવતા ટીમ વલસાડ રેસર્સ ગૃપ તરફથી સૌને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. આ તકે સૌ સાઇકલ સવારોએ પોતાનાં હસ્તાક્ષર કરી બિનજરૂરી વીજળી વપરાશ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ટીમનાં ઉત્સાહી અને પ્રવૃત્ત સભ્ય એવાં સાયકલવીર શિક્ષક અશ્વિન ટંડેલે ખાસ આ પ્રસંગે જણાવ્યું હતું કે કેટલાંક નાના નાના સંકલ્પો ખૂબ મોટી અસર ઉપજાવે છે. એક નાનકડી પહેલ આવતીકાલ માટે મોટું પરિણામ સાબિત થઈ શકે છે. આપણી આસપાસ જ્યાં પણ બિનજરૂરી વીજળીનો વપરાશ જોવા મળે તો સ્વીચ ઓફ કરીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પ્રકૃતિ ચક્રમાં વિક્ષેપ ના ઊભો કરીએ. આપણી વસુંધરાને આવતીકાલની પેઢી માટે સલામત અને સુંદર રાખીએ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *