તાપી જિલ્લા જાહેર જનતા જોગ : વન નેશન વન રેશનકાર્ડ (ONORC) યોજના” હેઠળ મહત્તમ લાભ મેળવવા બાબત
રાજ્યના લાભાર્થી કોઇપણ જીલ્લા/તાલુકા ગામની કે અન્ય રાજ્યના વાજબી ભાવની દુકાનેથી તેને મળવાપાત્ર ચીજવસ્તુનો જથ્થો કોઇ પણ હાથના અંગૂઠા કે આંગળીની છાપ આપી, આધાર બેઈઝડ ઓળખ કરી મેળવી શકે છે
………
માહિતી બ્યુરો તાપી તા.૨૪ ભારત સરકારની “વન નેશન વન રાશનકાર્ડ યોજના હેઠળ દેશના તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અંતર્ગત સમાવેશ કરાયેલ રેશનકાર્ડધારકો આ યોજના હેઠળ ” National Portbility” અને “state level Portability” હેઠળ દેશના/રાજ્યના કોઇપણ લાભાર્થી રાજયના કોઇપણ જીલ્લા/તાલુકા ગામની વાજબી ભાવની દુકાનેથી તેને મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુનો જથ્થો પોતાના બન્ને હાથ પૈકી કોઇપણ હાથના અંગૂઠા કે આંગળીની છાપ આપીને પોતાની આધાર બેઈઝડ ઓળખ (identity) પ્રસ્થાપિત કરી મેળવી શકે છે. ગુજરાત રાજયના લાભાર્થી અન્ય રાજ્યમાંથી પણ જથ્થો મેળવી શકે છે.
One Nation One Ration Card યોજનાની અમલવારીથી રોજી રોટી મેળવવા કામ ધંધા અર્થે સ્થળાંતર થયેલ પરપ્રાંતિય શ્રમયોગીયો અને N.F.S .Aહેઠળના તમામ લાભાર્થીઓ પોતાના રહેણાંકનું સરનામું બદલાવ્યા વગર કોઇપણ વાજબી ભાવની દુકાનેથી મળવાપાત્ર જથ્થો પોતાની જરૂરિયાત અનુસાર સરળતાથી મેળવી શકે છે.
પરપ્રાંતિય શ્રમ યોગીયો વતનથી દૂર ધંધો રોજગાર અર્થે નોકરી કરતા લાભાર્થીઓ સરળતાથી અનાજ મેળવી પોતાનું ગુજરાન ચલાવી શકે છે. એટલે કે તાપી જિલ્લાના લાભાર્થીઓ જો સુરત કે અન્ય કોઈ શહેરમાં રહેતા હોય તો તેમને અનાજ લેવા માટે તાપી જિલ્લામાં જવું પડે નહી. સુરત અથવા જે-તે જિલ્લાની માં કોઇપણ વ્યાજબી ભાવની દુકાનેથી મળવાપાત્ર જથ્થો મેળવી શકે છે.
આ યોજનાનો લાભ લેવા અંગેની વિગતવાર માહિતી છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા મેરા રાશન મોબાઇલ એપ્લીકેશન જુદી જુદી પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે. જેના દ્વારા લાભાર્થી પોતાનું રજીસ્ટ્રેશન પણ કરી શકે છે. તદ્દ ઉપરાંત પોતાની નજીકની વાજબી ભાવની દુકાન અંગેની વિગતો, પોતાને મળવાપાત્ર જથ્થાની વિગતો વગેરે આંગળીના ટેરવે ઝડપથી મેળવી શકે છે.
આમ, તાપી જિલ્લાનાં જરૂરીયાતમંદ રેશનકાર્ડ ધારકો ભારત સરકારશ્રીની સદરહુ યોજનાનો મહત્તમ લાભ મેળવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તાપી જિલ્લાની તમામ જનતાને અનુરોધ કરે છે.એમ જિલ્લ પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
00000000