તાપી જિલ્લા તિજોરી કચેરી દ્વારા નાણાંકિય વર્ષ 2022-23 નાં માર્ચ અંતિત હિસાબી કામ માટે વિશેષ આયોજન

Contact News Publisher

આયોજનનાં ભાગ રૂપે દરેક કચેરીઓની ગ્રાન્ટ નો પુરે પૂરો ઉપયોગ થાય અને કોઈ પણ ગ્રાન્ટ કારણ વગર બચત ન રહી જાય તે માટે તાપી જિલ્લા તિજોરી કચેરી કટીબધ્ધઃ

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૩- ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ આગામી ૩૧ માર્ચના રોજ પૂર્ણતાને આરે છે. ત્યારે સમગ્ર રાજ્યના નાણાંવિભાગ દ્વારા દરેક જિલ્લા તિજોરી કચેરીઓમાં માર્ચ અંતિત કામગીરીનું ભારણ વધતુ હોય છે. આ સંજોગોમાં જિલ્લા તિજોરી કચેરી દ્વારા ઝૂંબેશના ભાગરૂપે દૈનિક કામગીરી નિકાલ માટે વિશેષ આયોજન કરી કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા તિજોરી અધિકારી શ્રી એન.એમ.ગાવિત અને અધિક તિજોરી અધિકારી સુનિલ આર પટેલ એ જણાવ્યું હતું કે સરકારી કચેરીઓના પગાર અને પેન્શનની સમયસર કામગીરી કરવામાં આવે છે. જિલ્લાની તમામ કચેરીઓના સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે છે. કોઈપણ નાણાંકિય હિસાબી વર્ષમાં માર્ચ માસ અંતિમ હોય છે. એપ્રિલ માસથી નવું નાણાંકિય વર્ષ શરૂ થતું હોય છે. જેથી ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ, યોજનાકિય ગ્રાન્ટ લગત કામગીરી ,ચૂકવણા, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ,વ્યક્તિગત દાવાઓ, યોજનાકિય સહાય ,જી.પી.એફ.,ઈન્સ્યુરન્સ,કન્ટીજન્સી બિલ સરકારશ્રીની જોગવાઈઓ અનુસાર લાભાર્થીઓના લાભો સીધા લાભાર્થીઓના ખાતામાં ડીજીટલ (DBT) માધ્યમથી સીધા જ E-Payment થી જમા થઈ જાય તે રીતે તિજોરી કચેરી દ્વારા કામગીરી કરવામાં આવે છે. સાથે સાથે સરકારશ્રીની અંગત થાપણો આવક અને ખર્ચના હિસાબો મેળવણાની કામગીરી સમય મર્યાદામાં દરરોજ પૂર્ણ કરવામાં આવે છે. તિજોરી કચેરી દ્વારા સરકારશ્રી ની જોગવાઇ પરિપત્ર અને ઠરાવો મુજબ દરેક બિલ પાસ થાય જેમાં ખોટા બિલો પાસ ન થાય તેની પણ ઓડિટ શાખા દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક ચકાસણી કરવામાં આવે છે.
સમગ્ર તાપી જિલ્લા તિજોરી કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ ત્રણ તાલુકા મથક નિઝર , વાલોડ અને સોનગઢ ખાતે કુલ ૩ પેટા તિજોરી કચેરીઓ આવેલી છે. મહદઅંશે નાણાંકિય વર્ષ દરમિયાન જે તે કચેરીઓને તેમના વિભાગ તરફ થી મળતી યોજનાકીય ગ્રાન્ટ નો નાણાંકિય વર્ષ દરમ્યાન ફાળવેલ નાણાંનો ઉપયોગ સરકારશ્રીની જોગવાઈઓ મુજબ કરવાનો હોય છે. જેથી તમામ કચેરીઓ તેમને બજેટમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો પુરેપુરો ઉપયોગ થઈ જાય તે મુજબનું આયોજન કરતી હોય છે. જેના બિલો તિજોરી કચેરી ખાતે રજૂ થતા હોઈ જે સમય મર્યાદામાં દૈનિક બિલોનો નિકાલ કરી જિલ્લાની દરેક ગ્રાન્ટ નો સમય મર્યાદામાં નિકાલ થાય એ મુજબનું આયોજન કરવામાં આવેલ છે
જિલ્લા તિજોરી કચેરી ખાતે હાલમાં બીલોની લેવડ-દેવડ ઝડપથી કરી શકાય તે માટે બે કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. તદઉપરાંત રજીસ્ટ્રી,ઓડિટ શાખા,પેન્શન શાખા,બુક શાખા દ્વારા સતત કચેરી સમય ૧૦-૩૦ થી કચેરી સમયબાદ પણ રાત્રે કચેરી સમય બાદ મોડે સુધી કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે તમામ કચેરીઓના બિલોનું ચૂકવણું સમયસર થાય અને વાંધાંઓનો પણ પૂર્તા કરી સત્વરે નિકાલ થાય તે મુજબ આયોજનબધ્ધ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નાણાંકિય વર્ષ પૂર્ણ થવાને ધ્યાને રાખી સબંધિત બેંકો સાથે સંકલન કરીને ૩૧ માર્ચે મોડી રાત સુધી કામકાજ ચાલુ રહે તે માટે કલેકટરસુશ્રી ભાર્ગવી દવે દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. આમ તમામ કામગીરી સુચારૂ ઢબે સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જિલ્લા તિજોરી અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ કર્મયોગી ભાવનાથી કામગીરી કરી રહ્યા છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other