નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત રેલી અને ટીબી મુક્ત ભારત અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓ માટે એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે
“YES WE CAN END TB-ટીબી હારેગા દેશ જિતેગા”
………………..
વર્ષ ૨૦૨૧માં ૯૮૦ દર્દીઓની સારવાર પુર્ણ થતા ટીબી મુક્તીમાં જિલ્લાને ૯૧% સફળતા મળી.*
………………..
માહિતી બ્યુરો, તાપી તા.23 નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિન ૨૪ માર્ચની ઉજવણી કરવાનું આયોજન જિલ્લા ક્ષય કેન્દ્ર વ્યારા ખાતે કરવામાં આવેલ છે. જેમાં સવારે ૧૦:૦૦ કલાકે રેલીનું આયોજન કરેલ છે. જે રેલી જિલ્લા ક્ષય કેન્દ્રથી નીકળી જુના બસ સ્ટેન્ડ થઈ પરત જિલ્લા ક્ષય કેન્દ્ર વ્યારા આવશે. રેલીનું મુખ્ય હેતુ જાહેર જનતાને ટીબીના રોગ અંગે જાગૃતતા લાવવાનો રહેશે. રેલી પુરી થયા બાદ જિલ્લા ક્ષય કેન્દ્ર વ્યારા ખાતે સભા યોજાશે. જેમાં આરોગ્ય વિભાગના વિવિધ અધિકારી-કર્મચારી જેવા કે તાલુકા હેલ્થ ઓફીસર, મેડીકલ ઓફીસર,ફારર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશ્યન, ફીમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, સી.એચ.ઓ અને આશા વર્કર તેમજ ટીબીના કર્મચારીઓ એસ.ટી.એસ, એસ.ટી.એલ.એસને વર્ષમાં કરેલ કામગીરીના ભાગરૂપે એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે.
અત્રે નોંધનિય છે કે, પ્રધાનમંત્રીશ્રીના “ટીબી મુકત ભારત” અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં વર્ષ દરમ્યાન કરેલ કામગીરી ઉપર એક નજર કરીએ તો ટીબીના દર્દીઓ સારી રીતે સારવાર પુરી કરી શકે તેમજ તેમને પોષણયુકત આહાર મળી રહે તે માટે જિલ્લામાં 12 જેટલા “નિક્ષય મિત્ર” બનાવવામાં આવેલ છે. આ નિક્ષય મિત્રો દ્વારા ટીબીની સારવાર હેઠળના દર્દીઓ દત્તક લેવામાં આવે છે અને તેમના દ્વારા દર મહીને સારવાર હેઠળ 350 દર્દીઓને પોષણયુકત ન્યુટ્રીશ્યન કીટ આપવામાં આવે છે.
વધુમા આરોગ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર તાપી જિલ્લામાં પ ટીબી યુનીટ આવેલ છે. જેમાં ૧૬૭૩૯ ટીબી અંગેની તપાસ કરવામાં આવેલ છે. જેમાંથી ૧૧૯૭ કેસ ટીબીના મળી આવેલ હતા. ૧૧૪૦ દર્દીઓને સારવાર પર મુકેલ છે. તેમજ વર્ષ ૨૦૨૧માં ૧૦૮૦ દર્દીઓને સારવાર હેઠળ મુકેલ હતા જેમાંથી સારવાર પૂર્ણ કરાયેલ ૯૮૦ દર્દીઓ મળી તાપી જિલ્લાને ટીબી મુક્તીમાં 91% સફળતા મળેલ છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦