વ્યારાના સાંકળી ગામે એજન્સી દ્વારા રસ્તાનું કામ અઘૂરુ છોડી દેવાયું : તંત્ર તપાસ હાથ ધરશે ?!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકામાં આવેલ સાંકળી ગામે મંજૂર થયેલ રસ્તાનું કામ અધૂરુ છોડી દેવામાં આવ્યું છે.
વ્યારા તાલુકામાં આવેલ સાંકળી ગામે વર્ષ 2021-22 દરમિયાન વચલા ફળીયાથી આંબલી ફળીયા નરેશભાઈ ચૌધરીના ઘર સુધી ડામર રસ્તો બનાવવાનું મંજૂર થયેલ હતું, આ રસ્તો એજન્સી દ્વારા બનાવતી વખતે નકરી વેઠ ઊતારી હોવાનું સ્થળ ઉપર જોતા જ જણાઈ આવે છે. જેમાં અધૂરામાં પૂરુ હોય એમ એજન્સી દ્વારા રસ્તો પૂરો બનાવાયો જ નથી. એટલે કે સાંકળી ગામે વચલા ફળીયાથી શરૂ થયેલ આ રસ્તો આંબલી ફળીયા નરેશભાઈ ચૌધરીના ઘર સુધી પહોંચ્યો જ નથી !
(તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નરેશભાઈ ચૌધરીનું ઘર કાળા રંગના તીરના નિશાન પાસે છે જ્યારે એજન્સી દ્વારા લાલ તીરનાં નિશાન સુધી જ રસ્તો બનાવ્યો છે. બાકીનો રસ્તો છોડી દેવાયો છે.)
એજન્સી દ્વારા આ રસ્તો નરેશભાઈ ચૌધરીના ઘર પહેલા જ પૂર્ણ કરી દેવાયો છે. એટલે કે રસ્તાના આ કામમાં ગેરરીતી થઈ હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. ત્યારે સરકારી નાંણાનો દુર્વ્યય કરનારાઓ વિરૂધ્ધ કાર્યવાહી થવી જ જોઈએ તેમજ લેભાગું કામ કરનાર એજન્સી દ્વારા કરવામાં આવેલ અન્ય કામોની પણ તપાસ થવી જ જોઈએ અને તપાસમાં ગેરરીતી થઈ હોય તો આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરી કરી કામો કરતા અટકાવવા જોઈએ જેથી સરકારી નાણાનો દુર્વ્યય અટકાવી શકાય. ત્યારે પંચાયતી તંત્રએ પોતાની નૈતિક જવાબદારી અંતર્ગત તપાસ કરાવી કસૂરવારોનાં કાન આમળવા જોઈએ !!