તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ

Contact News Publisher

તાપી હોળી ફેસ્ટીવલ-“પલાસ પર્વ”ની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાતા સમગ્ર તંત્રને અભિનંદન પાઠવતા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
……….
જિલ્લાની વિવિધ બાબતોનું અધ્યયન કરી જે જિલ્લામાં છો તે જિલ્લાને કઇ રીતે આગળ લઇ જઇ શકાય તેની દિર્ઘદ્રષ્ટિ કેળવવા અનુરોધ કરતા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
……….
માહિતી બ્યુરો, વ્યારા 18: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને તથા ઇન્ચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. જે. વલવી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.

બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને માર્ગદર્શક સુચનાઓ આપી હતી. ડી.જીવી.સી.એલ વિભાગના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા, શ્રમ વિભાગમાં ઇ-શ્રમ કાર્ડ માટે વધુ લોકો જાગૃત બને અને વધુમાં વધુ નોંધણી થાય તેવું માઇક્રો પ્લાનિંગ હાથ ધરવા, તથા આવનાર સમયમાં હિટવેવની સંભાવનાઓના પગલે આગોતરા આયોજન માટે લોક જાગૃતિ કેળવવા સંબંધિત વિભાગોને કેટલાક રચનાત્મક માર્ગદર્શનો આપ્યા હતા.
આ ઉપરાંત બેઠકમાં “પ્રસાશન ગાંવ કી ઓર” અભિયાન, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને ગુડ ટચ-બેડ ચટ અંગે જાગૃત કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ઝુંબેશ ચલાવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે તાપી હોલી ફેસ્ટીવલ-પલાસ પર્વની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાતા સમગ્ર તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તથા આ પ્રમાણે આવનાર સમયમાં પગરખા ક્લબ, ગ્રીસ્મ મહોત્સવ, ક્લીનસોસાયટી કોમ્પીટીશન, મોન્સુન ફેસ્ટીવલ, સહિત વિવિધ ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિતે આયોજનમા લેવાનાર વિવિધ કાર્યક્રમો અંગે વિચારો રજુ કરી વિભાગો પાસેથી ક્રિએટીવ સુચનો રજુ કરવા જણાવ્યું હતું. આ સાથે કલેક્ટરશ્રીએ અધિકારીઓને જે જિલ્લામાં છો, તે જિલ્લાને કઇ રીતે આગળ લઇ જઇ શકાય, જિલ્લાની વિવિધ બાબતોનું અધ્યયન કરી તેને ઉજાગર કરવા ક્રિએટીવ રીતે વિચારો કેળવવા આવી દિર્ઘદ્રષ્ટિ દ્વારા આપની કારકિર્દીમાં ઉપયોગી બનશે અમે માર્ગદર્શન આપ્યુ હતું.

બેઠકમાં સહાયક માહિતી નિયામકશ્રી નિનેશ ભાભોરે જિલ્લા માહિતી ક્ચેરીની કામગીરી અંગે પ્રેઝનટેશન રજુ કર્યું હતું. જેમાં જિલ્લા અને રાજ્યના માહિતી વિભાગ અંતર્ગત થતી કામગીરી, વિવિધ શાખાઓ, સી.એમ.ડેશબોર્ડ, પોઝિટીવ-નેગેટીવ ન્યુઝ, સોશિયલ મિડિયા અકાઉન્ટ, ખાસલેખ, સાફલ્યગાથાઓ,પ્રકાશનો અંગે વિગતવાર માહિતી આપી જિલ્લાની સકારાત્મક બાબતોનો વધુ પ્રચાર-પ્રસાર કરવા તમામ વિભાગોના સંકલન અને સાથ-સહકારની આશા વ્યક્ત કરી હતી. જેના માટે જિલ્લા કલેક્ટરશ્રીએ તાપી જિલ્લા માહિતી વિભાગની કામગીરીની સરાહના કરી વિવિધ વિભાગોને પોતાના વિભાગના સોશિયલ મિડિયા અકાઉન્ટ બનાવવા તથા સકારાત્મક બાબતોનો પ્રચાર પ્રસાર કરવા માહિતી વિભાગ સાથે સંકલનમા રહેવા સુચના આપી હતી.

આ સાથે અગાઉની બેઠકમાં નોંધવામાં આવેલ મુદ્દાઓ તથા નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓ, સરકારી નાણાની વસુલાત, એ.જી.ઓડીટ બાકી પેરાની માહિતી, કચેરીમાં આવતા પડતર કાગળોની સ્થિતી, પેન્શન કેસો અંગે વિસ્તૃત સમિક્ષા કરી તેના ઉપર થયેલ કામગીરી ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકનું સંચાલન ઇંચા.ડી.ડી.ઓ તથા નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીએ કર્યુ હતું. બેઠકમાં નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, ડી.સી.-1 તૃપ્તિ પટેલ, કાર્યપાલ ઇજનેરશ્રી (મા.મ) મનિષ પટેલ, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other