મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી દ્વારા જિલ્લામાં ઓડિટરીયમ હોલ ખાતે “મહિલા જાગૃત્તિ શિબિર”કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરો તાપી તા 16 મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર પ્રેરિત “મહિલા જાગૃત્તિ શિબિર” તા.૧૬/૦૩/૨૦૨૩ ના રોજ તાપી જિલ્લામાં ઓડિટરીયમ હોલ, જિલ્લા સેવા સદન,પાનવાડી વ્યારા ખાતે આયોજન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ડો. મનીષા એ. મુલતાની દ્વારા કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન આપવામાં આવ્યું હતું અને મહિલાઓને શિબિરમાંથી મળતી માહિતીનો ઉપયોગ પોતાની અને સમાજની પ્રગતિ કરી આર્થિક રીતે પગભર થવા માટેનુ માર્ગદર્શન આપવામાં આવી હતી.માહિતી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપીના ફિલ્ડ ઓફિસરશ્રી, ઉમેશભાઇ રાઠોડ દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.નો હેતુ,અને “મહિલા સ્વાવલંબન યોજના”ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ડો.દર્શનાબેન પરમાર-જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી દ્વારા મહિલાઓને આયુર્વેદનું મહત્વ સમજાવી અને તેનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું. ડૉ.આર. એમ. ચૌધરી દ્વારા આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાપીના ધર્મેન્દ્રભાઇ રાણા દ્વારા મહિલાઓલક્ષી લોન અને સબસીડી અંગેની વિસ્તૃત માહિતી આપવામાં માહિતી આપવામાં આવી હતી. લિડ બેન્ક મેનેજરશ્રી, વ્યારાના રસિકભાઇ જેઠવા દ્વારા બેન્કીંગ સિસ્ટમ, લોન અને સબસિડી અંગેની માહિતી મહિલાઓને બેન્કીંગ સિસ્ટમ અંગે જાગૃત કર્યા હતા. સાથેજ આધુનિક જમાનામા બેંક્ના નામે થતી છેતરપિંડીથી પણ બચવા માટે જણાવ્યું હતું. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, વ્યારાના – એડવોકેટશ્રી, કાશ્મિરાબેન ગામીત દ્વારા મહિલાલક્ષી કાયદાઓની અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાં ચાલતી કામગીરીની વિસ્તૃત માહિતી આવી હતી.આ ઉપરાંત આર.સે.ટી.,નારી અદાલત,“સખી” વન સ્ટોપ સેન્ટર અને મહિલા લક્ષી વિવિધ યોજનાની વિસ્તૃત માહિતી મહિલા અને બાળ અધિકારીશ્રી તાપીની કચેરીના તજજ્ઞ દ્વારા આપવામાં આવી હતી.
આ શિબીરમાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી દિકરીઓને કુલ:- રૂ.૭,૭૦,૦૦૦/- ના મંજુરી હુકમ અને ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થીને કુલ: રૂ.૫૦,૦૦૦/- ની સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વ્યારા,વાલોડ,ડોલ્વાણ,ઉચ્ચલ,નિજર, સોનગઢ, કુકરમુંડા તાલુકાના ગ્રામ્યકક્ષાના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
000000000000