કુકરમુંડાનાં મોરંબા ગામે મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર !! : જીલ્લા કક્ષાએથી પોતાના કર્મચારીઓને કલીનચીટ આપવાની પ્રથા તંત્ર કયાં સુધી ચલાવશે ?!!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લામાં એક પછી એક મનરેગા યોજનામાં આચરવામાં આવેલા કોભાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે વાત કરીએ તો મનરેગા અંતર્ગત કુકરમુંડાનાં મોરંબા ગ્રામ પંચાયતની કે જ્યાં રાજીવ ગાંધી ભવનનાં બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સામે આવ્યા છે.

મોરંબા પંચાયતમાં બાંધવામાં આવેલ રાજીવ ગાંધી ભવનમાં થયેલો ખુલ્લો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. ગામના ગ્રામજનો દ્વારા માહિતી માગતા જણાઈ આવ્યું છે કે વર્ષ 2010-11માં મંજુર કરવામાં આવ્યું હતું જે રાજીવ ગાંધી ભવન આજ સુધી ખંડેર હાલતમાં પડી રહયું છે. આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા મથકે ઉપલા અધિકારી પાસે માહિતી માગી હતી. તેમા જણાઈ આવ્યું કે, રાજીવ ગાંધી ભવન માટે ₹16,15,000 રું મંજુર થયેલ છે. પણ આજદીન સુધી રાજીવ ગાંધી ભવનનું કામ બાકી છે. સરકારની ગ્રાન્ટમાંથી મળેલ રકમ ગઈ ક્યાં ? કેમ રાજીવ ગાંધી ભવનનું મકાન અધુરું પડ્યું છે ? સરકાર લાખોની ગ્રાન્ટ મંજૂર કરે છે ગામના વિકાસના માટે જ્યારે આવા લેભાગુ એજન્સી દ્વારા આવા અધૂરા કામ છોડીને સરકારના નાણાને ચૂનો લગાવી જતી હોય છે તો ક્યારે થશે ગામનો વિકાસ? મનરેગા અંતર્ગત બાંધકામની તપાસ આવે તો વધુ ભ્રષ્ટાચાર સામે આવે તેમ જણાય આવી રહ્યું છે. શું આ બાબતને જવાબદાર તંત્ર ધ્યાને લેશે કે પછી ચલતા હે ચલને દો કહીને સરકારના લાખો રૂપિયા નો આવી જ રીતે દૂરઉપયોગ થતો રહેશે. આવા ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયા નો ધુમાડો કરનાર સામે તંત્ર યોગ્ય તપાસ હાથ ધરી કાર્યવાહી કરશે કે શું એ તો આવનાર દિવસો મા ખબર પડશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other