તાપીમાં ધોરણ-૧૦ ની પરીક્ષામાં કુલ ૮૬૯૦ વિદ્યાર્થીઓ પૈકી ૮૪૫૪ વિદ્યાર્થીઓ હાજર અને ૨૩૬ ગેરહાજર
તાપીમાં ધોરણ-૧૦ ની પરીક્ષામાં કુલ ૮૬૯૦ વિદ્યાર્થીઓ પૈકી ૮૪૫૪ વિદ્યાર્થીઓ હાજર અને ૨૩૬ ગેરહાજર
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૮૨૯ પૈકી ૮૨૨ હાજર અને ૭ વિદ્યાર્થીઓ ગેરહાજર
વિજ્ઞાનપ્રવાહમાં કુલ ૧૫૫૯ વિદ્યાર્થીઓ પૈકી ૧૫૨૮ હાજર અને ૩૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૪ઃ તાપી જિલ્લામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણવિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર ધોરણ-૧૦ મા ગુજરાતી માધ્યમમાં કુલ ૮૧૮૨ વિદ્યાર્થીઓ પૈકી ૭૯૫૫ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે ૨૨૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. મરાઠી માધ્યમમાં કુલ ૨૮ વિદ્યાર્થીઓ પૈકી ૨૨ વિદ્યાર્થી હાજર અને ૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં કુલ ૪૮૦ વિદ્યાર્થીઓ પૈકી ૪૭૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને ૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ-૧૦ના કુલ ૮૬૯૦ વિદ્યાર્થીઓ પૈકી ૮૪૫૪ વિદ્યાર્થીઓ હાજર અને ૨૩૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો ગુજરાતી માધ્યમના કુલ ૭૪૩ વિદ્યાર્થીઓ પૈકી ૭૩૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે ૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં કુલ ૮૬ વિદ્યાર્થીઓ પૈકી ૮૫ વિદ્યાર્થીઓ હાજર અને ૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.
વિજ્ઞાનપ્રવાહના ભૌતિક વિજ્ઞાનના પેપરમાં ગુજરાતી માધ્યમના કુલ ૧૩૪૬ વિદ્યાર્થીઓ પૈકી ૧૩૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આાપી હતી અને ૨૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં કુલ ૨૧૩ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ વિદ્યાર્થીઓ હાજર અને ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ ધોરણ-૧૨માં બંને પ્રવાહ મળીને પ્રથમ દિવસે કુલ ૨૩૮૮ પૈકી ૨૩૫૦ વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી અને ૩૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦