ધો.૧૦ અને ૧૨ બોર્ડ ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા તાપી કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે
(માહિતી બ્યુરો વ્યારા-તાપી )તા.૧૩: ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૧૪ મી માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર તમામ દીકરા દીકરીઓને જિલ્લા વહીવટી તંત્ર વતી તાપી કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ ખૂબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.અને કહ્યું હતું કે આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે. માતાપિતાનું નામ રોશન કરો એવા આશિર્વાદ તમામ પરીક્ષાર્થીઓને આપ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલે બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાની ટીપ્સ આપતા જણાવ્યું હતું કે, તમારો દ્રઢ આત્મવિશ્વાસ જાળવી રાખો ,પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો,કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ, પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.પરીક્ષાના સમય ગાળા દરમિયાન બિનજરૂરી ફરવાનું ટાળો.હોલ ટિકિટની ઝેરોક્ષ કઢાવી રાખો.પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.exam પેડ સાથે રાખો.હાથ ઉંચો કરી સુપરવાઇઝર સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. They will definitely help you. Superviser સાહેબની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ ઘરે પહોંચવું.પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ક્યારેય નર્વસ ના થશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.યાદ રાખો પરિણામ, હમેશા તમારી પડખે છે.
ઉલ્લેખનિય છે કે તાપી જિલ્લામાં એસ. એસ. સીની પરીક્ષા માટે કુલ 16 કેન્દ્ર તથા 35 બિલ્ડીંગ અને કુલ 369 બ્લોક ફાળવવા આવ્યા છે, જેમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 11033 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા અપાશે.જયારે એચ. એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે તાપી ઝોન- 44 વ્યારા ખાતે કુલ 7 બિલ્ડીંગ અને 78 બ્લોકમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 1593 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તથા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના કુલ 7 કેન્દ્રો 19 બિલ્ડિગો અને 203 બ્લોકમા કુલ 6209 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
૦૦૦૦૦૦૦૦૦