ઉકાઈ ખાતે “બેટર મેનેજમેંટ પ્રેક્ટિસિસ એંડ ડાયવર્સિફિકેશન ઈન એક્વાકલ્ચર” વિષય ઉપર ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનુ આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ અને રાષ્ટ્રીય ચિરસ્થાઈ જલકૃષિ કેન્દ્ર, ભારત સરકારના સયુક્ત ઉપક્રમે “બેટર મેનેજમેંટ પ્રેક્ટિસિસ એંડ ડાયવર્સિફિકેશન ઈન એક્વાકલ્ચર” વિષય ઉપર ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનુ આયોજન સેન્ટર ઓફ એકસલન્સ ઈન એક્વાકલ્ચર, ઉકાઈ કેન્દ્ર પર કરવામાં આવેલ છે. જેમાં ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથી સ્વરૂપે સોનગઢ તાલુકાનાં મામલતદાર શ્રી ડી. જે. ઢીમ્મર, ડો. દિલિપ એક્કા, ચીફ એક્જિક્યુટિવ ઓફિસર (NaCSA) અને સેન્ટર ઓફ એકસલન્સ ઈન એક્વાકલ્ચરના ઇન્ચાર્જ ડો. સ્મિત લેંડે ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ 30 મત્સ્યપાલકોએ ભાગ લીધેલ છે. સદર તાલીમનો મુખ્ય ઉદેશ જળચર ઉછેરમાં સસ્ટેનેબલ મેનેજમેંટ સાથે જળચર ઉછેરમાં જૈવિક વિવિધતાના રૂપે કેન્ડીડેટ માછલીઓ ઉપયોગમાં લઈ નાના ખેડૂતો વધારે નફો કેવી રીતે મેળવી શકે આ બાબતે ત્રણ દિવસીય તાલીમમાં ડો. રાજેશ વસાવા(SRA, સીઓઈ, ઉકાઈ), શ્રી આશિષ હોદ્દાર (ફીલ્ડ મેનેજર, NaCSA), શ્રી રવિ ઘોડા (રિજીયનલ કોર્ડિનેટર, NaCSA), અને અન્ય વિષય તજજ્ઞો દ્વારા આ વિશે માહિતી આપવામાં આવશે.