તાપી જિલ્લામાં વિશ્વ મહિલા દિવસ ના ઉપક્રમે પ્રાથમિક શિક્ષિકાઓની ક્રિકેટ મેચ યોજાઈ.
સૌપ્રથમવાર યોજાયેલી મહિલાઓની આ મેચમાં સોનગઢ અને ડોલવણ વચ્ચે કાંટે કી ટક્કરમાં સોનગઢની ટીમ વિજેતા થઈ હતી.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૨: મહિલા સશક્તિકરણમાં તાપી જિલ્લો દિન-પ્રતિદિન અગ્રેસર થઈ રહ્યો છે. વિશ્વ મહિલા દિવસ ની ઉજવણીના ભાગરુપે તાપી જિલ્લાની પ્રાથમિક શાળાની મહિલા શિક્ષિકાઓ દ્વારા ભવ્ય ક્રિકેટ મેચનું આજરોજ પાનવાડી વ્યારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ રમતગમત ક્ષેત્રે આગળ આવી રહી છે ત્યારે તાપી જિલ્લાની મહિલાઓ પણ અવ્વલ નંબરે રહે તેવી ઉમદા ભાવના સાથે સોનગઢ અને ડોલવણ તાલુકાની શિક્ષિકાઓએ નવતર પહેલ સાથે ક્રિકેટ મેચ રમી હતી. રસિલાબેન ગામીતની કેપ્ટનશીપ હેઠળ સોનગઢ અને ભાવનાબેન પટેલના નેતૃત્વ હેઠળ ડોલવણી ટીમે ક્રિકેટ ની મેચમાં ભાગ લીધો હતો. જેમાં સોનગઢ ની ટીમે ૧૦ ઓવરમાં ૭૫ રન બનાવ્યા હતા અને ડોલવણની ટીમ ૪૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ સોનગઢ ની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. તાપી જિલ્લાની મહિલાઓ ક્રિકેટ માં આગળ આવી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની મેચમાં આગળ આવે તે માટે સૌ ખેલાડીઓએ ભાવના વ્યક્ત કરી હતી.
૦૦૦૦૦૦૦