અન્યનું પરીક્ષણ છોડી પોતાનું નિરીક્ષણ થાય એ સૂઝનો સ્ત્રોત એટલે શિક્ષણ- ડો. મતાઉદ્દીન ચિશ્તી

Contact News Publisher

HHMC એજ્યુકેશનલ કેમ્પસમાં યુ.કે.નાં ડેલીગેશન તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ટતાની શોધ થીમ ઉપર શિક્ષણ સાથે સંસ્કાર અંગે કાર્યક્રમ યોજાયો

યુ.કે.નાં ડેલીગેશને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ પૂરું પાડી બાળકો અને શિક્ષકો સાથે અસરકારક પધ્ધતિઓ પર કાર્ય કર્યું. વિદ્યાર્થીઓનાં વિકાસ અને વૈશ્વિક તકો માટે આગામી અનેક કાર્યક્રમો પર ચર્ચા કરાઇ.

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૦૬ પાલેજ પાસે HHMC એજ્યુકેશનલ કેમ્પસમાં શિક્ષણ અને સંસ્કાર અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક સપ્તાહ સુધી યુ.કે.નું ડેલિગેશન HHMC એજ્યુકેશનલ કેમ્પસમાં રોકાઈ શિક્ષણને લગતી વિવિધ પ્રવૃતિઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ પૂરું પાડવા ઉપરાંત શિક્ષકો તથા વિધાર્થીઓ સાથે રહી વિસ્તૃત રીતે ઉચ્ચ શિક્ષણ મેળવવાની કલાસ દીઠ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે યુ.કે.થી પધારેલ મહેમાનો સહિત આસપાસનાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય ડો. ગ્લોરિયા દ્વારા એજ્યુકેશન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિવિધ કોન્સેપ્ટ ઉપર ખૂબ જ સુંદર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હઝરત સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. ડો. મતાઉદ્દીન ચિશ્તીસાહેબે બાળકોનાં શિક્ષણ ઉપર ભાર મૂકવાની વાત કરી બાળકોને શિક્ષણ આપવામાં મા-બાપ અને શિક્ષકોની અગત્યની ભૂમિકા છે એમ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અન્યનું પરીક્ષણ છોડી પોતાનું નિરીક્ષણ થાય એ સૂઝનો સ્ત્રોત એટલે શિક્ષણ. શિક્ષણ સાથે સામાન્ય જ્ઞાન પણ અતિશય આવશ્યક છે.
શિક્ષણવિદ્ ડો. અદમ ટંકારવીએ મેનેજમેન્ટની દૂરંદેશી અને આગામી આયોજનોને બિરદાવી શિક્ષકગણની મહેનતને બિરદાવી હતી. તેમનું સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણશાસ્ત્રી જેનેટ ડેન્ટે પોતાનાં અંગ્રેજી વક્તવ્યમાં ઉપસ્થિત શ્રોતાઓમાં વિદ્યા-જ્ઞાન, અનુભવ અને આવડતનું મિશ્રણ જોઈ આનંદની લાગણી અનુભવી હતી. મીસ રૂશલ ડિસોઝાએ વિધાર્થીઓને આગળ કેમ અભ્યાસ કરી શકાય તેની માહિતી પૂરી પાડી હતી. ઈમ્તિયાઝ પટેલે પોતાની આગવી ભાષામાં રોકાણનાં દિવસનાં શિક્ષણ અંગેનાં સુખદ અનુભવોની વાત રજૂ કરી હતી. જયારે અઝીઝ ટંકારવીએ સરળ ભાષામાં શિક્ષણની અંગ્રેજી વાતનો સાર રજૂ કર્યો હતો.
પૂર્ણાહુતિ પ્રસંગે સૌએ શિક્ષણ, સમાજ, વિજ્ઞાન, સંશોધન, સર્જનાત્મકતા, વ્યવસ્થાપનનાં વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિત વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને જ્ઞાન પૂરું પાડ્યું હતું. સૌની મહેનતે HHMC કેમ્પસમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other