વ્યારા સ્થિત અંદાજિત રૂ.૨૯ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર રમત ગમત સંકુલ તથા સરકારી લાયબ્રેરી વ્યારાની મુલાકાત લેતા ગૃહ રાજ્ય અને રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
૨૦૦ ખેલાડીઓની ક્ષમતાયુક્ત ભવન તથા સિન્થેટિક ટ્રેક તાપી જિલ્લાના રમતવીરોની પ્રતિભાને પ્રસ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ : ગૃહ રાજ્ય અને રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
………………….
સ્પોર્ટ્સ અને શિક્ષણ એક સિક્કાના બે પાસા છે, બન્નેને સરખું પ્રાધાન્ય આપવું અતિઆવશ્યક : રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
………………….
માહિતી બ્યુરો તાપી તા. ૦૫ રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના દીકરા-દીકરીઓમાં સ્પોર્ટ્સનો જુવાળ જોવા મળી રહ્યો છે. કહી શકાય કે, ભારતના ખેલકૂદનો આ સૂવર્ણકાળ ચાલી રહ્યો છે. રાજ્યભરમાં મોટા પાયે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરાઈ રહ્યું છે. જેની ભેટ તાપી જિલ્લાના રમતવીરોને મળવા જઈ રહી છે.
તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આજે વ્યારા સ્થિત કાનપુરા ખાતે નિર્માણાધિન રમત સંકુલની મુલાકાત લીધી હતી.અંદાજિત રૂ. ૨૯ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સુસજ્જ આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં તાપી જિલ્લા સહિત સંપૂર્ણ દક્ષિણ ગુજરાતના પ્રતિભાશાળી રમતવીરોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે.
આ પ્રસંગે ગૃહ રાજ્ય અને રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રસન્નતાની લાગણી અનુભવતા જણાવ્યું કે,તાપી જીલ્લાના યુવાન ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે, ખેલાડીઓની ટ્રેંનિગ માટે અત્યાધુનિક સંકુલની તૈયારી ચાલી રહી છે, તેમા પણ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશ પટેલ તથા જિલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓને જે સુચનો મળે એ સુચનોને સકારાત્મક રીતે અમલ કરીને આ પ્રોજેક્ટને ઝડપી પુર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
આજે રાજ્યના પ્રત્યેક રમતવીરોને પોતાની પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે સુવર્ણ તકો ઉભી કરવામાં આવી રહી છે. આજે જેવી રીતે જિલ્લાઓના બાળકો રમતક્ષેત્રે રસ દાખવી રહ્યાં છે તે ખુબ જ પ્રસંશનીય છે. રમતક્ષેત્રે મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરીને બાળકોને રમત માટે સારુ વાતાવરણ પુરુ પાડીને પ્રોત્સાહિત કરવાના ધ્યેયમંત્ર સાથે કામ કરી રહેલી રાજ્ય સરકાર રમતક્ષેત્રે બાળકોના ભાવિની સતત ચિંતા કરી રહી છે. તાપી જિલ્લાના અસ્તિત્વને વધુ સમય નથી વિત્યો છતાંય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન આગેવાની હેઠળ જિલ્લામાં નિર્મિત આ સ્પોર્ટ્સ સંકુલ શોભાન્વિત કરશે. આ પ્રસંગે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી ચેતન પટેલે દ્વારા નિર્માણાધિન તમામ સુવિધાઓથી સુસજ્જ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ સંકુલની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ કરાવ્યા હતા.
*વ્યારા સ્થિત સરકારી લાઈબ્રેરીની મુલાકાત*
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન શ્રી સંઘવીએ વ્યારા સ્થિત સરકારી લાયબ્રેરી વ્યારાની પણ મુલાકાત લીધી હતી, આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ લાઇબ્રેરીમાં વાંચતા વિદ્યાર્થીઓ સાથે વર્તાલાપ કર્યો હતો. લાયબ્રેરીમાં આપવામા આવતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી જેમા હજુ વધારે સારી સુવિધાઓ થઈ શકે તે માટેનું સુચન વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યું હતુ.વિભાગ દ્વારા આ સુચનોને આવનારા દિવસોમા ઝડપથી કેવી રીતે અમલમાં લાવી શકાય તે વિશે વિગતે ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓ આવનારી પરિક્ષાઓમાં સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યાં જિલ્લાના યુવાધનને સ્પોર્ટ્સ અને શિક્ષણને એક સિક્કાના બે પાસા ગણાવતા, બન્ને વિષયોને સરખું પ્રાધાન્ય આપવા સમજણ પુરી પાડી પ્રોત્સાહિત કાર્ય હતા.
આ મુલાકત દરમિયાન પ્રભારી મંત્રીશ્રી મુકેશ પટેલ, કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે, ધારાસભ્યશ્રીઓ મોહનભાઇ કોંકણી, ડૉ.જયરામભાઈ ગામીત, મોહનભાઇ ઢોડિયા, સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, જિ.પં.પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા સહિત અન્ય પધાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
000000